________________ પ્રગટ રૂ૫ ચૈતન્યમય...! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના વડે જીવને વિક–ખ્યાતિ થાય છે. તે ચેત નને ચેતનરૂપ અને જડને જડરૂપ જાણે છે. આ વિવેક થાય એટલે સહજ રૂપે જ જીવ પિતાના સ્વભાવ તરફ ઢળે છે. જેમ ચૂલા પર ઉકળતું પાછું, નીચે ઉતારી લેવામાં આવે અથવા નીચેથી અગ્નિ કાઢી લેવામાં આવે કે તરત જ એ પિતાના સહજ સ્વભાવરૂપ શીતળતા તરફ ઢળવા માંડે. અગ્નિના સંગે રહી ઉષ્ણ થઈ ગયું હતું, પણ એ સંગ છૂટી જાય એટલે પાણી કરવા માંડે. તેમ છવ વિભાવ સંગે રહી, વૈભાવિક પરિણમનથી પરિણમતો હોય પણ જે વિભાવ છૂટે, રાગ અને દ્વેષ મંદ થવા માંડે કે જીવ પિતાના સ્વભાવમાં સ્થિર થતું જાય, જે પિતાનું સહજ સ્વરૂપ છે. સહજ સ્વરૂપની પ્રતીતિ થવા માટે જ શિષ્ય, ગુરુદેવ સમીપે મનની મુંઝવણે રાખે છે. દેહ, ઇંદ્રિય અને પ્રાણ ચેતન નથી પણ જડ છે. એ સમજાવતાં ગુરુદેવ કહે છે - દેહ ન જાણે તેહને, જાણે ન ઇકિય પ્રાણુ આત્માની સત્તા વડે, તેહ પ્રવતે જાણુ..પ૩... આત્મા ચૈતન્ય છે. દેહ, ઈન્દ્રિય અને પ્રાણ જડ છે. તે તેઓ આત્માને શી રીતે જાણી શકે ? જાણવું એ આત્માને ગુણ છે. વળી સર્વથી સ્વતંત્ર છે. આત્મા સિવાય અન્ય કઈ પણ પદાર્થ જ્ઞાન કરવા સમર્થ નથી. મેં સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ જ્ઞાતા દષ્ટા આતમ રામ