________________ તે પણ આત્માને ભાન 45 આમ ઈન્દ્રિયને આત્મા માની શકાય નહીં અને ઇન્દ્રિય વડે આત્મા ગ્રહણ પણ થાય નહીં. જ્યાં ઇન્દ્રિયે જડ છે અને જડ પદાર્થોનાં જ્ઞાન માટે પણ અસમર્થ છે. ત્યાં એ ચેતનને તે કેમ ગ્રહણ કરી શકે ? માટે ઇન્દ્રિયાતીત આત્મા, ઇન્દ્રિયોથી ગ્રાહ્ય પણ નથી, પોતે ઈન્દ્રિય રૂપ પણ નથી. ગુરુદેવ શિયની એક-એક શંકાનું નિર્મૂલન કરતાં-કરતાં આગળ વધી રહ્યાં છે. અને શિષ્યનું મને સંતોષ અનુભવી રહ્યું છે. હવે વિશેષ વાત અવસરે– આત્મ-ચિંતન હું આત્મા . હું આત્મા છું. સત્ ...ચિત... આનંદ એ મારું સ્વરૂપસતુ. સત્ યાને અસ્તિત્વ હું અસ્તિત્વવાન પદાર્થ છું....મારેકદી નાશ થાય નહીં. અવિનાશી પ્રવ...,નિત્ય...પદાર્થ એ હું...આત્મા, હું...ચૈતન્ય....ચૈતન્યએ શાશ્વત પદાર્થ છે..જડ...એ નાશવંત પદાર્થ છે.....સદા-સર્વદા રહે તે...શાશ્વત...નાશ પામે તે...નાશવંત...ચૈતન્ય શાકવત...જડ નાશવંત હું ચૈતન્ય છું શરીર જડ છે....મારે કદી નાશ થાય નહીં....ત્રણે કાળમાં મારું અસ્તિત્વ છે. ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છું.... ભવિષ્યમાં હોઈશ.ભૂતકાળમાં જેટલા જ ધારણ કર્યા... તેમાં આ જ આત્મા હતે....વર્તમાને પણ આ જ આત્મા....ભવિષ્યમાં જેટલા જન્મ ધારણ કરીશ. તેમાં પણ આ આત્મા... | સર્વ કર્મ થી મુક્ત થઈ...સિદ્ધ થશે તેમાં પણ આ જ આત્મા.... આત્મા ચૈતન્ય, નિત્ય, શાવત, શરીર જડ, નાશવંત... અનિત્ય-હું...ચેતન્ય. મારો જન્મ નથી મારું મૃત્યુ નથી. જમે છે તે શરીર છે...મરે છે તે પણ શરીર છે. જન્મ-મરણ