________________ પણ આત્માને ભાન ! 43 જ છે. પ્રત્યેક ઈન્દ્રિય પિતાના વિષય-ગ્રહણમાં ઘણું સતેજ હવા પછી પણ બીજી ઇન્દ્રિયના વિષયને ગ્રહણ ન જ કરી શકે. આ પરથી એમ સમજાય છે કે ઈન્દ્રિયની વિષય ગ્રહણશક્તિ ઘણું જ સીમિત છે. હવે જે ઈન્દ્રિયને આત્મા માની લઈએ તે બહુ મોટી અસંગતિ ઉભી થઈ જશે. કારણ જ્ઞાનશકિત તે વ્યાપક છે. અત્યંત વિશાળ છે. તેની કોઈ સીમા જ નથી. અસીમ છે. આત્મામાં અનંતજ્ઞાન છે અને સાથે સાથે અનંત ને જાણવાની અનંત શક્તિ છે. હવે જે ઈન્દ્રિય આત્મા હોય તે તે તેને જાણવાની શક્તિ મર્યાદિત થઈ ગઈ. તે જ્ઞાન ગુણ પણ મર્યાદિત થઈ ગયે. એટલું જ નહીં જ્ઞાન ગુણ એક અને અખંડ છે. જ્યારે ઈન્દ્રિય તે પિતાના જ વિષયને જાણે. બીજી ઇન્દ્રિયના વિષયને ન જાણે. એક ઈન્દ્રિય વિષય બીજી ઇન્દ્રિય ને ખબર નથી. તેથી જ્ઞાન તે ખંડ-ખંડ અને અનેક થઈ ગયું. આમ બધી જ દષ્ટિએ ઇન્દ્રિય તે આત્મા નથી. જે પાંચે ઈન્દ્રિયે જ આત્મા હોય તે મન, બુદ્ધિથી ચાલતી પ્રવૃત્તિનું શું ? શરીરમાં ચાલતી કાર્ય વ્યવસ્થાનું શું? તેમજ તે સર્વ કાર્યની વ્યવસ્થાનું સંચાલન કરનાર ચેતનનું શું ? આ પ્રશ્નો નિરુત્તર રહે છે. વળી વિચારણીય બાબત તે એ છે કે ઈન્દ્રિયે વડે થતા જ્ઞાનની જાણકારી કોને રહે છે? આંખ વડે જોયેલા રૂપ ને જાણનાર તે અંદર રહેલે આત્મા છે. એ જ અંદરથી બોલે છે કે મેં આ રૂપ જોયું. મેં આ રૂપ જાણ્યું. એમ બધી જ ઇન્દ્રિયોથી જે-જે વિષય ગ્રહણ કરાયા તે સહુને જાણનાર અંદરમાં રહેલ જ્ઞાન-સ્વરૂપ ચૈતન્ય તત્વ જ છે. જે એમ ન હોય તે આંખ સામેથી પદાર્થ દૂર ખસી જાય પછી એ ભાન ન રહે કે મેં અમુક પદાર્થને જોયે. આંખ તે જોવા માત્રથી જ જ્ઞાન કરે છે. જે પદાર્થને આ ક્ષણે આંખ જેતી નથી તે કઈ રીતે જ્ઞાન કરે ? પણ એમ નથી. આંખે એક વખત જોઈ લીધેલા પદાર્થને આત્માની જ્ઞાનશકિત યાદ રાખી લે છે. તેથી પદાર્થને જોયા પછી અંધ થયેલી આંખે, ભલે એ પદાર્થને જોઈ ન શકે. પણ આત્મા યાદ રાખે છે.