________________ પણ આત્માને ભાન ! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગૂ-જ્ઞાન અને સમ્યગૂ-ચારિત્રથી થાય છે. - આ ત્રિ-૨નની આરાધના સંસારમાગને છેદ કરી મોક્ષમાર્ગે જીવને મૂકી દે છે. આ માગે પહોંચવા માટે, જે રસ્તે પાર કરવાને છે તે લાંબો છે, કંટક ભરેલો છે. ઘણું વિદને અને બાધાઓથી ભરેલો છે. તેમાં જે સ્થિર રહેવાય અને ગુરુદેવની કૃપા મળી જાય તે-તે પાર પામી જવાય. એટલે જ પથિક સહારે માગે છે મેરી ધીરી હૈ ચાલ, ઔર પથ હૈ વિશાલ હર કદમ પર મુશીબત અબ તો હાલ પર મેરે થકે એ ચલે ના ચલે | મુઝકે તેરા ઇશારા સદા ચાહિયે.. આશરા ઇસ જહાંક મિલે ના મિલે મુઝકો તેરા સહારા સદા ચાહિયે. - ગુરુદેવના માર્ગદર્શનથી જ સાધક, સાધનામાર્ગે સ્થિર રહી આગળ વધી શકે છે. આવા સાધકને અધ્યાત્મ પામવાની તાલાવેલી છે. તેથી જ તેણે ગુરુદેવ સમક્ષ બાલભાવે, વિનય સહિત, પ્રશ્નો રાખ્યા છે. ઇન્દ્રિ પર જ જાણે આખા જીવનને આધાર હોય, અને ઇન્દ્રિયનું જ સામ્રાજ્ય હોય તેમ સમજી શિષ્ય ઇન્દ્રિયને આત્મા માનવા પ્રેરે છે. ઈન્દ્રિયોની જડતા તેનાં લક્ષ્યમાં નથી. પણ જ્ઞાની ગુરુદેવ ઈન્દ્રિયની વાસ્તવિક સ્થિતિ શું છે? ઈન્દ્રિયે કયાં સુધી ઉપયોગી છે તથા આત્મા અને ઈન્દ્રિયેને સંબંધ શું છે. આ બતાવી શિષ્યનાં મનમાં રહેલી શંકાને નિર્મૂળ કરે છે. તેઓ કહે છે. છે ઈન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન, - પાંચ ઈન્દ્રિયના વિષયનું, પણ આત્માને ભાન...પર..