________________ 44 હું આત્મા છું વર્ષો પહેલાં સાંભળેલ શબ્દો આજે યાદ છે. એ શબ્દો સંભળાવનાર સામે નથી છતાં, આજે અક્ષરશઃ યાદ છે. એમ ગંધ, રસ કે સ્પર્શ પણ યાદ છે. તેથી એ સિદ્ધ થાય છે કે ઇન્દ્રિયે તે માત્ર સાધન છે, માધ્યમ છે. એને જ્ઞાન કરવાની કે યાદ રાખવાની ખબર નથી, પણ બધીજ ઈન્દ્રિએ ગ્રહણ કરેલા વિષયને આત્મા યાદ રાખે છે. ઇન્દ્રિય જ્ઞાન કર વામાં પણ ત્યાં સુધી જ માધ્યમ રૂપ છે કે જ્યાં સુધી આત્માને અવધિ, મન પર્યવ કે કેવળજ્ઞાન નથી થયું. એ જ્ઞાન થતાં, આત્માને ઈન્દ્રિયની સહાયતાની જરૂર નથી. વગર ઇન્દ્રિયે આત્મા પદાર્થોનું, મનનું અને કાલેકનું જ્ઞાન કરી લે છે. વળી ગાથામાં કહ્યું છે કે છે ઈન્દ્રિય પ્રત્યેકને નિજ-નિજ વિષયનું જ્ઞાન. એ પણ માત્ર ઉપચારથી જ કહ્યું છે. વાસ્તવમાં તે ઇનિદ્ર જડ છે. એ પિતે પિતાની સ્વતંત્રતાથી કે વિષયને ગ્રહણ કરી શકતી નથી. આપણે સહુને અનુભવ છે કે રસ્તે ચાલ્યા જતા હોઈએ અને અનેક પદાર્થો આંખની સામે આવે, પણ તે બધાં જ પદાર્થોને આપણે જેતા નથી. અરે ! તમારે કોઈ મિત્ર તમારી આંખ પાસેથી પસાર થઈ જાય તે પણ તમને ખબર રહેતી નથી, આમ કેમ થાય છે ? આંખે તે કદાચ ત્યાં જ હતી પણ તમારા શબ્દોમાં કહું તે ધ્યાન બીજે હતું. યા તે બીજું કંઈ જોવામાં, સાંભળવામાં કે કંઈક વિચારમાં મશગુલ હતા કે પાસેથી પસાર થઈ જનાર પણ દેખાય નહીં. અર્થાત્ આપણે જ્ઞાનેપગ તે વખતે આંખ સાથે જોડાયેલું ન હતું. મન સાથે હતા, તેથી દેખાયું નહીં. આમ આત્માને જ્ઞાન ઉપયોગ જે ઈન્દ્રિય સાથે જોડાયેલ હોય, તે ઈન્દ્રિય જ વિષયને ગ્રહણ કરી શકે. બીજી નહીં. તેથી જ્ઞાન કરનાર તે જીવને જ્ઞાનપગ જ છે. ઇન્દ્રિો તે માત્ર ખાલી ખાં છે, સાધન છે. તે પિતે જ્ઞાન કરવામાં સમર્થ નથી. વળી તેને પિતાને પણ એ ખબર નથી કે તેણે જ્ઞાન કર્યું છે કે નથી કર્યું. કારણ ઇંદ્રિયે જડ છે. અને જ્ઞાન એ જડને ગુણ નથી પણ આત્માને ગુણ છે.