________________ પ્રગટ રૂપ ચૈતન્યમય 51 નાના-મોટા સર્વ શરીરની જે શોભા છે તે પણ તેમાં આત્મા છે ત્યાં સુધી જ. ખીલેલા પુષ્પમાં આત્મા છે તેથી સર્વત્ર શેભા પામે છે. પણ આત્મા વિહેણું પુષ્પ, કરમાઈને અશોભનીય બની જાય છે. અરે પછી તે પુષ્પ નહીં કચરો કહેવાય. આ શરીર પર શૃંગાર કરીને શેભા વધારવા પ્રયત્ન કરીએ છીએ પણ આત્મા છે ત્યાં સુધી શૃંગાર પણ શોભા આપે. જે આત્મા નીકળી જાય અને પછી શબને શણગારવામાં આવે તે તે શેભતું નથી. તે તો માત્ર તમારા સંસારની વ્યાવહારિકતા છે તેથી શબને શણગારે છે. એ જ રીતે વિશ્વના સહુ પ્રાણીની શેભા ચેતનના કારણે જ છે. આત્મા નીકળી ગયા પછી તે દેહ સડવા માંડે, દુર્ગધ આવે, વિકૃત થઈ જાય. પ્રિયમાં પ્રિય વ્યકિત પણ આત્મા વિહેણે થઈ જાય પછી એનું સ્થાન ઘરમાં નહીં, સ્મશાનમાં. આમ દેહની શોભા આત્મા છે, અને આત્મા દેહમાં રહે તે જ દેહાદિની પ્રવૃત્તિ છે. તેથી દેહાદિથી આત્મા ભિન્ન છે. પણ દેહરૂપ નથી, એ નિશ્ચય થાય છે. - હવે શિષ્ય શંકા કરતાં કહ્યું હતું કે “મિચ્યા જુદો માન, નહીં જાદુ એંધાણું તેના ઉત્તરમાં ગુરુદેવ ફરમાવે છે - | સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય પ્રગટ રૂપ ચૈતન્યમય, એ એંધાણુ સદાય...૫૪. વત્સ ! તને આત્માનું કેઈ અલગ ચિહ્ન નથી દેખાતું પણ બિલકુલ પ્રગટ એવું, અને સર્વથી ભિન્ન એવું ચૈતન્ય એ આત્માનું લક્ષણ છે. દેહધારી જીવ, દેહની સર્વ અવસ્થાને અનુભવે છે. જમ્યા ત્યારે બાળક પર્યાય હતી પછી કિશોર, પછી યુવાની, પછી પ્રતા અને પછી વૃદ્ધાવસ્થા. આ બધી જ પર્યાયે એક શરીરમાં થાય છે. પર્યાયે થઈ થઈને તેને નાશ પણ થઈ જાય છે. બાલ્યાવસ્થા વીતી ત્યારે જ કિશોરાવસ્થા આવી અને એમ એક અવસ્થા ધીરે-ધીરે નષ્ટ થતી જાય છે અને બીજી અવસ્થાને અનુભવ વધતું જાય છે. આ બધી જ પર્યામાં રહેનાર એક જ આત્મા. વળી એ ચિક એટલે કે જ્ઞાન સ્વભાવવાનું તેથી પ્રત્યેક અવસ્થાને તેણે અનુભવી. બંધુઓ!