________________ હું આત્મા છું 48 જાણવું અને જેવું તે આત્માનું કામ. પછી એ આત્મા ગમે તેવા નાના શરીરમાં હોય તે પણ ત્યાં રહીને એ જાણી લે ખરે. આપણા હાથ પર એક મચ્છર બેઠો હોય. આપણે તેને પકડવા હાથ લંબાવીએ કે એ તરત ઊડી જાય. પકડમાં આવે નહીં, કેમ ? તેનામાં આત્મા છે. વળી તે - ત્રસ એનિમાં છે તેથી તેને ત્રાસ થાય તેની ખબર પડે છે. એ જાણે છે કે લંબાયેલે હાથ તેને મારી પણ નાખે. માટે તે હાથમાં ન આવે. ઊડી જાય. એવી જ રીતે નાના-મોટા જેટલા જીવ-જંતુઓ પશુ-પંખી જોઈએ એ છીએ તે સહુને પિતા પૂરતું જ્ઞાન છે. અને તે સ્વબચાવ કરી લે છે. જ્ઞાન વડે જીવન-ઉપયોગી પદાર્થ, સ્થાન વગેરે પણ શોધી લે છે. આ બધું જ તેનામાં રહેલા ચેતનને આભારી છે. જડ પદાર્થ ગમે તે શક્તિશાળી હોય, અરે ! જેમાં જ્ઞાન લખેલું છે તે ગ્રન્થ હોય પણ તેને કોઈ ફાડી નાખે, બાળી નાખે તે પણ તે કંઈ જ જાણી શકે નહીં. એટલે જ મેગલ કાળમાં આપણા કિંમતી ગ્રન્થ ભસ્મીભૂત થઈ ગયા. એક નાનું બાળક પણ તેને ઉઠાવીને ફેંકી દઈશકે. કારણ તે જડ છે. જ્ઞાન થવાની શક્તિવાળે નથી. એમ જગતમાં જેટલા જડ પદાર્થો છે તે સહ જ્ઞાનશક્તિ રહિત છે. દેહ જડ છે. તે પરમાણુઓને બનેલે સ્કંધ છે તેથી તેનામાં ચૈતન્યના ગુણ રૂપ જ્ઞાન ન હોય ઇંદ્રિયે જડ છે તે પણ આપણે જોઈ ગયા. તે આત્માની સહાયતા વગર જ્ઞાન કરવા સમર્થ નથી. અને પ્રાણ એટલે કે શ્વાસોચ્છવાસ એ પણ પુદ્ગલ જ છે. વાતાવરણમાં પડેલા શ્વાસોચ્છવાસ વગણના પુદ્ગલેને ઓકિસજન સાથે આપણે ગ્રહણ કરીએ છીએ. ને તે પુદ્ગલેને જ છોડીએ છીએ. પુદ્ગલ જડ છે માટે શ્વાસોચ્છવાસ પણ જડ છે. તે દેહ, ઈદ્રિય, પ્રાણ આત્માને અનુભવ કરી શકે નહીં. વળી એ ત્રણે ય પણ એક બીજાને જાણતા નથી. દેહને ખબર નથી કે મારે કેટલી ઇદ્રિ છે. ઇન્દ્રિયોને જાણ નથી કે એ દેહના કયા ભાગમાં છે. એ છે કે અયોગ્ય? બરાબર કામ આપે છે કે નહીં? વળી દેહને એ પણ ખબર નથી કે પિતે શ્વાસ લે છે કે નહીં? કેટલા શ્વાસ લીધા