________________ અબાધ્ય અનુભવ જે રહે 30 આમ મેં, મને જે જે બાહ્ય અનુભવથી અનુભવ્યો તે બધા જ અનુભવેને મારામાંથી દૂર કરીને જોઉં તે એ બધાથી પર એક અનુભવ તે રહે જ છે કે હું છું. વળી આ અનુભવ સર્વ જીને રહે છે. તે જ્ઞાની હોય કે અજ્ઞાની હું છું તે બધાને ખબર છે. જ્ઞાની છું થી હું આત્મા છું' એમ અનુભવ હોય. અજ્ઞાનીને જાણ નથી. વળી બાળકને પણ પોતાના હોવાપણને ખ્યાલ છે. કારણ આ અનુભવ બાધા રહિતને અનુભવ છે. આ અનુભવ કરવામાં કોઈ જ વિઘ્નકર્તા બની ન શકે. જીવ પતે કયાંય કોઈને બાધા કરતું નથી. અને પિતે પણ કેઈથી બાધ્ય થત નથી. માટે જ શ્રીમદ્જીએ કહ્યું કે અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ ષડૂ દ્રવ્ય એક પ્રદેશાવગાહી છે, જેમાં માત્ર આપણે જ એક ચૈતન્ય, બાકી પાંચ જડ તેથી જ આત્મા દષ્ટા છે. જડમાં દૃષ્ટિ નથી અને તે દષ્ટા પણ નથી. છતાં જડદ્રવ્ય વર્ણાદિ સહિત રહેવાના કારણે રૂપી છે તેથી જ જીવને ભ્રમ થયો છે, તેમાં પ્રીતિ થઈ છે. બાકીનાં દ્રવ્ય શક્તિ રૂપે છે. અરૂપી છે તેના પર જીવને પ્રીતિ થતી નથી. રૂપી દ્રવ્યને જીવ જાણે જીવ પોતે અરૂપી એટલે દષ્ટા અરૂપી અને દશ્ય રૂપી. બન્નેના એકપણને ભાસ તે સંસાર. પણ ગહનતામાં જઈ વિચાર કરીએ તે જડ-ચેતન બન્નેનાં લક્ષણો અને ગુણે ભિન્ન છે. એટલે સંસાર તે માત્ર દષ્ટિ અને દશ્ય વચ્ચે એક અવિકલ ભ્રમ છે. માટે જ શ્રી સહજાનંદ સ્વામીએ કહ્યું છે દશ્ય તો ઝેર છે જીવ વ્યાકૂળ કરે, દ્રશ્યમાં દષ્ટિ જેડે ન મહાત્મા... જીવ દશ્યમાં લેભાઈ જાય તે તે ઝેરરૂપ પરિણમે છે વ્યાકૂળતા ઊભી કરે છે. એટલે જ સાધના–રત સાધક દશ્યથી દષ્ટિને હટાવીને દૃષ્ટામાં જોડે છે. શ્રીમદ્જી પણ નીચેના દોહામાં આ જ ભાવ વ્યક્ત કરે છે કે જીવ અરૂપી છે. જડરૂપી છે, બેયના ગુણો અને પર્યાએ તદ્દન ભિન્ન છે. છતાં અરૂપી એવા ચેતન દષ્ટાને, જે રૂપીને ભાસ થયો, ગ્રહવાપણાનું