________________ અબાધ્ય અનુભવ જે રહે 37 છે અને આંખ કરણ છે. આત્મા પદાર્થને જુએ તેમ દેહમાં રહેલી આંખને પણ જુએ. માનવ શરીરની સર્વ ઈદ્રિયોમાં આંખ વિશેષ શક્તિ ધરાવનાર માધ્યમ છે. પર્વતના શિખર પર ઉભેલે માનવ દૂર-સુદૂર ક્ષિતિજ સુધી દષ્ટિ દ્વારા અવકન કરે. વચમાં આવતાં નદી અને ઝરણાં, પહાડ અને વન, સાગર અને વૃક્ષ, પંખી અને માનવ સહુને એકી સાથે પિતાની નાની એવી કીકીમાં સમાવી લે. તેથી જ દ કરતાં દષ્ટિ વિશાળ. પણ વૈજ્ઞાનિક નિયમ કહે છે સૂર્ય-પ્રકાશ પદાર્થ પર પડે ત્યારે જ એ પદાર્થ માનવની આંખમાં પ્રતિબિંબિત થાય છે. અને આંખ એ પદાર્થને જોઈ શકે છે. માને કે સૂર્યકિરણે એક સુંદર પદાર્થ પર પડયાં અને તે પદાર્થ તમારી આંખમાં પ્રતિબિંબિત થયા. પણ તમે જ ન હ, તે તેનું જ્ઞાન કોને થાય? બંધુઓ ! તેને અર્થ એ થયો કે દષ્ટિને જોવાવાળે દષ્ટા અંદર બેઠે છે. જેની ઉપસ્થિતિ વિના આંખ, આંખ નહીં પણ માત્ર ગોખલા જ. એટલે જ દષ્ટા સ્વયમેવ છે. દષ્ટિ તેની શક્તિ છે, આંખે તેનું માધ્યમ છે અને બાકી બધું દશ્ય છે. આત્માની સ્વ-પર પ્રકાશક ચૈતન્ય સત્તા સદા તેમાં વિદ્યમાન છે. આત્મા અંતર્મુખ થાય તો પોતે પિતાને જાણે છે અને બહિર્મુખ થાય તે ઇંદ્રિય અને મનના સાધનથી પદાર્થોને જુએ તેમજ ઈદ્રિય-મનના સાધન વગર પણ અવધિ કે મન:પર્યવ જ્ઞાન વડે પણ જગતના પદાર્થોને જુએ. એ જ રીતે કેવળજ્ઞાન થાય ત્યારે આત્મા તો અંતર્મુખ જ હોય પણ આખાયે વિશ્વના સર્વ પદાર્થોનાં પ્રતિબિંબ તેમાં પડે. એટલે આત્માને સ્વને જાણવા કે પરને જાણવા ઇદ્રિયાદિકની આવશ્યક્તા છે જ એમ નથી. તેથી જ કહ્યું કે આત્મા દષ્ટિ તથા દશ્ય બનેને દષ્ટા છે. માટે તે પોતે આંખે વડે જોઈ શકાય નહીં. | પિતે પિતામાં આત્માને અનુભવ કઈ રીતે? આજ સુધીના આપણું અનુભવે પરભાવેના આશ્રયે, પર પદાર્થના આશ્રયે જ થયા છે. આપણું આખું યે જીવન પરાનુભવથી જ ભર્યું છે, આજ સુધી જે જે અનુભવે કર્યા તે એક-એક કરીને જોઈ જઈએ અને પછી ધીમેથી સરતા જઈએ અને જોઈએ કે કંઈ બાકી રહે છે કે નહીં ?