________________ અખાધ્ય અનુભવ જે રહે 35 આત્મા અને દેહ, ચૈતન્ય અને જડ લક્ષણ વડે જુદા જ છે બન્નેનું સ્વતંત્ર અસ્તિત્વ છે. બન્નેની સ્વતંત્ર શક્તિઓ છે. મ્યાન અને તલવારના દષ્ટાંતે દેહ અને આત્મા ભિન્ન છે. તલવાર મ્યાનમાં એક-બે નહીં પણ સેંકડ, હજાર વર્ષ સુધી પડી રહે તો પણ તે માનરૂપ ન થાય. તેવી જ રીતે અનંતકાળથી આત્મા શરીરમાં જ રહેતે આવે છે. છતાં શરીરરૂપ ન થાય, આત્મા-રૂપ જ રહે. આ રીતે શિષ્યને તેની ભૂલનું ભાન કરાવ્યા પછી હવે શિષ્યની શકાને ઉત્તર આપે છે. શિષ્ય કહ્યું હતું- “નથી દષ્ટિમાં આવતે નથી જણાતું રૂપ અહીં નથી “નથી દષ્ટિમાં આવત” કહીને શિષેપ ચે ઇતિમાં આંખને મહત્વ આપ્યું છે તે વિચારણીય છે. વ્યવહારિક દૃષ્ટિથી વિચાર કરીએ તે પણ માનવ શરીરમાં આંખ સિવાયની બીજી ઈદ્રિય ન હોય તે એટલી મુશ્કેલી ઊભી નથી થતી. પણ આંખ ન હોય તે જીવન સૂનું-સૂનું લાગે છે. અપૂર્ણ લાગે છે. આંખ વગર માનવ પરવશ થઈ જાય છે. તેથી શિષ્ય પણ આંખને જ સર્વસ્વ માની તેને લક્ષ્યમાં રાખી શંકા ઉઠાવી છે. પણ અધ્યાત્મશાસ્ત્રમાં એથી કંઈક જુદું બતાવવામાં આવ્યું છે. ચિંતન કરતાં એમ લાગે છે કે બીજી ઈદ્રિ પર વિશ્વાસ કરી શકાય પણ આંખ પર વિશ્વાસ ન કરી શકાય. આંખ તે છેતરે છે. ભય ઊભો કરે છે, પદાર્થમાં જે નથી તે બતાવે છે. આત્મવૃત્તિને બહિર્મુખ કરવામાં આંખ મોટો ભાગ ભજવે છે. નિષેધાત્મક દ્રષ્ટિકોણથી વિચાર કરીએ તે એક અંધ વ્યક્તિ એટલે પવિત્ર અને સરળ હોય એટલે બહેરે કે મૂંગે વ્યકિત નથી હોતો. કારણ એ છે કે આંખ બીજી ઈદ્રિયને પણ ભેગે માટે પ્રેરિત કરે છે જેથી દષ્ટા પાપી થઈ વિકારી થઈ. જીવનભર પાતકી રહી દુર્ગતિને તિરે અને અંતે સત્યાનાશ. તેથી જ વાણીમૌન કરતાં પણ દષ્ટિમોનની વિશેષ આવશ્યક્તા છે.