________________ અબાધ્ય અનુભવ જે રહે...! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જીવ સમક્ષ, અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગ્રદર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, આત્માની અનંત શાશ્વત શક્તિઓને જાગૃત કરે છે. આત્માની અનંત શાશ્વત શક્તિ એટલે જ આત્માના અનંત ગુણ. આ સર્વ ગુણે, સંપૂર્ણ નિર્મળતા સહિત જ્યારે પ્રગટ થઈ જાય ત્યારે જીવ અનંત સુખને પામે છે. અનંત શક્તિઓને અનુભવ કરે છે. ' આ અનંત શકિતઓના અનુભવ માટે અજોડ પુરુષાર્થ આવશ્યક છે. સર્વ પ્રથમ “હું આત્મા છું? એ જાણે, એ અનુભવે અને પછી એ માણે. એ જ છે સત્ય પુરુષાર્થ. અહીં આવા જિજ્ઞાસુ સાધક શિષ્યને પિતાના હેવાપણાને ભાવ અંતરમાંથી જાગતે હવા પછી પણ મન સંશથી વિચલિત થઈ જાય છે. તેને પિતાની શ્રદ્ધામાં સ્થિર થવું છે. પરભાવથી વિરકત થઈ સ્વભાવ દશામાં રમવાની ભાવનાવાળા એ જિજ્ઞાસુ છે. તેથી જ તે સદ્ગુરુના શરણમાં આવ્યું છે. એટલું જ નહીં, સમર્પિત થઈ ગયું છે. શિષ્યનું ત્રિ-ગે સમર્પણ ગુરુદેવના હૃદયને પ્રફુલ્લિત કરે છે. અને ગુરુદેવ સંદરમાં રહેલા જ્ઞાન-ભંડારને ખોલી નાખે છે. શિષ્યને પ્રથમ તેની ભૂલ સમજાવે છે કે જે ભૂલ સર્વ સાધારણ જીવે પણ કરી જ રહ્યા છે, સામાન્ય રીતે સહુ માન દેહને જ આત્મા માનતા હેય છે. દેહથી જુદો આત્મા હોય તેવું ભાન જ નથી હોતું. પણ અહીં તે ગુરુદેવ શિષ્યની આ ભૂલનું કારણ સમજાવવાની સાથે, એ ભૂલને સુધારવાની રીતે પણ બતાવે છે.