________________ 32 હું આત્મા છું છે અને તે બન્ને જુદાં છે. મ્યાનમાં સમાઈ જવાના કારણે બને એક દેખાય છે, એટલું જ નહીં, પણ સેનાની હોય તેમ ભાસે છે. નાટક સમયસારમાં કવિવર બનારસીદાસ કહે છે– ખાંડો કહિયે કનકકી કનક-મ્યાન સં યોગ ન્યારી નિરખત મ્યાન સૌ લેહ કહૈ સબ લોગ..! સુવર્ણમ્યાનના સંગે, તલવાર પણ સેનાની કહેવાય. પણ જ્યારે મ્યાનથી અલગ કરીને જોઈએ તે તે લેહની જ હેય. તે સેનાના, રત્નજડિત મ્યાનમાં રહેવા છતાં પણ સેનાની થઈ જતી નથી. તે પિતામાં જ રહે છે. ભલે બહારથી સોનાના નામે ઓળખાતી હોય પણ તે પોતાનું સ્વરૂપ છેડી મ્યાનરૂપ થઈ જતી નથી. વળી બનારસીદાસ કહે છે - જ્યો ઘટ કહિયે ઘીવક, ઘટકે રૂપ ન ઘવ ત્ય વરનાદિક નામ સૌ જડતા લહૈ ન જીવ.. જેમ ઘી ને ઘડે કહેવાય છે. વાસ્તવમાં ઘડે માટીને કે અન્ય ધાતુને હોય પણ તેમાં ઘી રહેવાથી એ ઘીને ઘડે કહેવાય. તેમ જીવ પણ જેવા શરીરમાં રહે તેના નામે, વણે કે જાતિએ ઓળખાય. પણ જડના એ ધર્મો પિતામાં આવે નહી. તે જડથી સદા ભિન્ન રહે છે. કારણકે આત્મા દેહથી સર્વથા ભિન્ન જ છે. માટે જ સગુરુ કહે છે અનાદિના અધ્યાસના કારણે તે દેહને આત્મા માની લેવાની વાત કરે છે. જેમ વનમાં ભમતા મૃગને, અંદરની પ્યાસ તડપાવી રહી હોય અને તે જળની શોધમાં આથડત હોય, ગ્રીષ્મની ઋતુના ભયંકર તાપમાં જ્યાં સૂર્ય અગ્નિ વરસાવી રહ્યો હોય, પૃથ્વી પર પડતાં સૂર્યનાં તપ્ત કિરણે, રેતાળ પ્રદેશમાં હવાના કેપને વચ્ચેથી પસાર થાય, ત્યારે સૂર્યકિરણમાં સ્પંદાયમાન હવા વહેતા પાણીને ભાસ ઉભું કરે. તૃષાતુર મગ જળ સમજી દેડે પણ પાણી દૂર ને દૂર સરકતું જાય. હાથમાં આવે જ નહીં. આ છે મૃગજળ .