________________ 31 ભા એ દેહાધ્યાસથી આત્માને માની લીધા છે. પરંતુ ખરેખર એમ નથી. બને દ્રવ્યનાં લક્ષણો તદ્દન જુદાં છે અને જુદાં જ રહે છે. આત્માનું લક્ષણ છે ચેતન. જ્ઞાતા-દષ્ટ ભાવ. જેવું અને જાણવું. અને દેહ પુદ્ગલ છે, જડ છે. તેનું લક્ષણ છે સડન, પડન, વિધ્વંસન, નાશ પામવું. આત્માનું લક્ષણ જડમાં ન હોય. જડનું લક્ષણ આત્મામાં ન હોય. બન્ને દ્રવ્યો સર્વથા સ્વતંત્ર છે. આત્માની સામે જેટલા પદાર્થો આવે, બધાનું જ્ઞાન તેને થાય છે. જ્યારે જડની સામે હજારો વર્ષ સુધી પદાર્થો પડ્યા રહે તે પણ તેને જ્ઞાન થાય જ નહીં કારણ કે જાણવું તે જડને સ્વભાવ નથી. આ શરીર પરમાણુના સમૂહથી બનેલું છે. અનંત-અનંત પરમાણુઓના સ્કંધરૂપ આ શરીર સડે, ગળે, જીર્ણ થાય, નષ્ટ થાય. ગમે તેવા મજબૂત અને પહેલવાન શરીરને ગળતાં ને જીર્ણ થતાં આપણે જોયું છે કારણ તે તેને સ્વભાવ છે. જ્યારે દેહ ગળ્યા પછી પણ, જીર્ણ થયા પછી પણ તેમાં રહેલ આત્મા ગળતે નથી, સડતું નથી. તે જે છે તે જ રહે છે. તેમાં કશો જ ફેર પડતો નથી. વળી દેહ જડરૂપ છે. આત્મા અરૂપી છે. જડ પદાર્થો ઈદ્રિયગોચર છે. પણ આત્મા ઈન્દ્રિયે વડે જાણી શકાય નહીં. આપણે દેહને જ જે છે. આત્માને જે નથી. તેથી જ શ્રીમદ્જી શિષ્યને કહે છે ભાઈ ! તેં અનાદિથી દેહને પરિચય કરી તેને અધ્યાસ થતાં દેહ તે જ હું એમ માની લીધું છે. તેથી આત્મા દેહથી ભિન્ન છે તે માનવાની તારી તૈયારી નથી. પણ બંનેનાં લક્ષણો ભિન્ન છે અને જેનાં લક્ષણો જુદાં હોય તે એક કેવી રીતે હેઈ શકે ? આ જ વાતને વધુ સ્પષ્ટ કરવા ગુરુદેવ દેહ આત્માની ભિન્નતાને બીજી રીતે સમજાવે છે– ભાસ્ય દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન, પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન 50 - હે શિષ્ય ! દેહાધ્યાસના કારણે, અજ્ઞાનના પરિણામે તને દેહ અને આત્મા એક ભાસ્યા પણ તે બને અત્યંત જુદાં છે. પુરૂષની કમરમાં લટકતી તલવાર, માત્ર મ્યાનરૂપ જ દેખાય છે પણ મ્યાનમાં તલવાર