________________ ભાએ દેહાધ્યાસથી ભાસ્ય દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન...૪૯. શ્રીમદ્જી ગુરુમુખથી ફરમાવે છે કે જીવની અનાદિ ભૂલ છે, ભૂલને લીધે જ એ સંસારમાં ભમ્યો છે. જે ભૂલ નીકળી ગઈ હતી તે જીવનું પરિભ્રમણ ન હોત, પણ ભૂલને ભૂલી શકે નથી માટે જ રઝળી રહ્યો છે. એ ભૂલ એટલે જ અનાદિને દેહાધ્યાસ. દેહાધ્યાસ એટલે શું ? દેહ અને અધ્યાસ એવા બે શબ્દો છે અહીં. તેમાં ય અધ્યાસ = અધિ + આસ. અધિ ઉપસર્ગ છે. તેના બે અર્થ થાય એક અંદર અને બીજે ઉપર અને સ્થા-તિષ્ઠ ધાતુથી બનેલ શબ્દ તે આસ. તેને અર્થ છે બેસવું. એટલે કે અધ્યાસ શબ્દનો અર્થ થયે અંદર બેસવું. ઉપર બેસવું. અહીં દેહ સાથે અધ્યાસ શબ્દ જોડાઈને અર્થ કરે છે, દેહમાં બેસવું. અર્થાત્ દેહમાં મારાપણું. દેહ તે જ હું, એ ભ્રમ તે દેહાધ્યાસ. તે પહેલાં અભ્યાસ પછી અધ્યાસ. જે ચીજને ઉડે અભ્યાસ થાય છે એટલે કે વારંવાર રટણ થાય છે. વારંવાર પરિચય થાય છે, તે છે અભ્યાસ અને આ અભ્યાસની નિરંતરતા, એક પળની પણ વિસ્મૃતિ ન થવી તે છે અયાસ. જીવને મોટામાં મેટો અભ્યાસ હેય તે તે દેહને જ છે. એ બીજુ ઘણું વિસ્તૃત કરી શકે છે. પણ પિતે દેહ છે એ કદી યે વિસર્યો નથી. આનું કારણ શું? આજ સુધી આ જીવે અનંત જન્મ ધારણ કર્યા. દરેક જન્મમાં દેહ તે મળ્યો જ. આંખ, કાન, નાક, જીભ મળ્યા કે ન પણ મળ્યા. કયારેક બે, ત્રણ, ચાર, પાંચ જુદી-જુદી ઇન્દ્રિયે મળી પણ એક ય ભવ એ નથી થયે કે જ્યાં તેને દેહ વગર રહેવું પડ્યું હોય. તેથી જીવને દેહનો અભ્યાસ રહ્યો જ છે. અનંતકાળથી જીવ દેહ સાથે જ જીવી રહ્યો છે. એક ક્ષણ પણ એ દેહને વિસક્ત નથી. આ સ્મરણ નિદ્રામાં પણ તેને રહ્યાં કર્યું છે. રાતની ગાઢ નિદ્રામાં મચ્છર કરડે તે પણ ખબર પડતી હોય છે. દેહને પીડા થઈ તેનું ભાન આત્માને હોય છે. દેહ સુષુપ્ત પડ્યો હોય પણ આત્મા દેહની પીડાનું જ્ઞાન કરી લે છે. એટલે એ અવસ્થામાં પણ