________________ માટે છે નહીં આત્મા 27 તેના મેક્ષને ઉપાય પણ આચર પડે. પણ જે આત્મા જ નથી તે. હવે કશું યે કરવાપણું રહેતું નથી. હે કૃપાળું ગુરુદેવ! મારા અંતરની આ શંકાનું સમાધાન આપ વિના કેણ કરે? માટે જ શ્રી ચરણમાં વિનંતિ લાવ્યો છું કે સમાધાન આપો ! સુગ્ય શિષ્યને ગુરુદેવ પ્રતિ અત્યંત શ્રદ્ધા છે. ગુરુદેવની સમર્થતા પર વિશ્વાસ છે, કે મારા ગુરુદેવ મારી શંકાને શંકારૂપ નહીં રહેવા દે. શિષ્ય પણ કદાગ્રહી નથી કે હું માનું છું તે જ સાચું ! ભાઈઓ! કેટલાક લેકે શંકા લઈને તે આવે પણ સાથે પિતાને આગ્રહ તે લઈને જ આવે કે પ્રશ્ન તે પૂછીશ, પણ તેમનું આપેલું સમાધાન નહીં સ્વીકારું. હું જે માનું છું તે જ બરાબર છે. આ તે જરા પૂછવા માટે પૂછું છું. જેની પાસે પિતાના પ્રશ્ન સાથે જ જવાબ તૈયાર હોય તેને સમજાવ મુશ્કેલ છે. ખરેખર તે એ સમજવા નહીં પણ પરીક્ષા કરવા આવ્યો હોય છે. જિજ્ઞાસા વૃત્તિવાળે નહીં પણ નિંદક હોય છે. તે આ તે કદાગ્રહ છે. આવી માન્યતાવાળાને કદી તત્વની જાણકારી થાય નહીં. - અહીં શિષ્ય તે જિજ્ઞાસુ છે. પિતાની જિજ્ઞાસાની તૃપ્તિ માટે શંકા. કરી છે. આગ્રહ લઈને નથી આવ્યું. ગુરુદેવના ચરણમાં વિનય સમર્પિત કરતે, પિતાની શ્રદ્ધા સમર્પિત કરીને શંકાને સદુપાય તેને જાણ છે. શિષ્યને ગુરુદેવ પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા છે કે મારા ગુરુદેવ સમર્થ છે. સાધક છે. આત્માના ગષક જ નહીં પણ નિજની અનુભવદશા તેઓને વતી રહી છે. માટે ગુરુદેવ જરૂર મારી શંકાનું સમાધાન આપશે એ તેને દઢ વિશ્વાસ છે. હવે ગુરુદેવ આત્માના અસ્તિત્વની સિદ્ધિ કઈરીતે કરશે અને તે શિષ્યના અંતરમાં કેટલી ઉતરશે તે અવસરે.