________________ માટે છે નહીં આત્મા 25 વૈજ્ઞાનિક યુગમાં મોટા ભાગના માણસો આવી જ ધારણાવાળા હોય છે. તેઓ કહે છે કે અમારી દૃષ્ટિમાં આવે તેને જ અમે માનીએ. જે અમે ન જોઈ શકીએ તેને ન માનીએ. પણ તેઓને ખબર નથી કે ઘણી ચીજો એવી હોય છે કે જે નજરે ન દેખાતી હોય છતાં શ્રદ્ધાથી અથવા તેને પરિણામ પરથી પણ તેને માનવી પડે છે. એક વારની વાત છે. આપણું માજી રાષ્ટ્રપતિ સર્વપલ્લી છે. રાધાકૃષ્ણન કે જેઓ મહાન ફિલોસોફર હતા, માત્ર વેદ વેદાંત, કે ભારતના દર્શનના જ અભ્યાસી હતા તેમ નહીં પણ વિશ્વની ફિલેસોફીના જાણકાર હતા. એક વાર કેટલાક વિદ્યાથીઓ તેમને મળવા આવ્યા અને તત્ત્વજ્ઞાન વિષે તેમની સાથે ચર્ચા કરવા લાગ્યા. ભારતીય તત્વજ્ઞાનમાં આત્મા તે હોય જ. કોઈપણ વિષયની દાર્શનિક ચર્ચા કરે એટલે તેમાં આત્મા તે રહેવાને જ આત્મા-વિષયક ચર્ચા ચાલી. તે પેલા વિદ્યાર્થીઓ કહે : ડે. સાહેબ! અમે આત્માને માનતા જ નથી! આપ આટલી આત્મા વિષે વાત કરે છે, પણ હાથમાં લઈને આત્મા બતાવે તે જ અમે માનીએ!” “ભાઈઓ ! આત્મા છે અને તે સનાતન સત્ય છે. તમે માને ન માને તેથી આત્માનું અસ્તિત્વ મટી જતું નથી. એ તે ત્રણે કાળે રહેનાર શાશ્વત તત્વ છે.” નહીં, ડે. સાહેબ! અમે તમારી પ્રતિભાથી અંજાઈ જઈ તમારી વાત માની નહીં લઈએ. અમને તે હાથમાં આત્મા બતાવે તે જ માનીએ” ઠીક, એ બતા! તમારામાં કે બુદ્ધિશાળી વિદ્યાથી છે?” “હા, કેમ ?" “જુઓ ! આત્મા એક એવું તત્વ છે કે જે ખૂબ જ બુદ્ધિશાળી હોય તે જ એને જાણી શકે !" અમારામાંને આ વિદ્યાથી બહુ જ બુદ્ધિમાન છે. તેને કોઈ પણ તત્વ “તરત સમજાઈ જાય છે. આજ સુધી study માં હમેશાં તે First Class First જ રહ્યો છે.”