________________ 24 હું આત્મા છું જેને નિજાનુભૂતિની લગની લાગી છે એવા જીવને જ શ્રીમદ્જી આત્માથી કહે છે. તે ગુરુદેવના સાનિધ્યમાં જઈ પહેલાં નિજને જાણવાને પ્રયાસ કરે છે. અહીં જિજ્ઞાસુ શિષ્ય આત્મા-વિષયક શંકા ઉઠાવે છે. શિષ્ય શ્રધ્ધાળુ છે. આત્મા વિષેની પિતાની માન્યતાને વધુ દૃઢ કરવાના ભાવથી જ શંકા કરે છે. એ કહે છે- ઈદ્રિયગોચર ન હોવાના કારણે આત્મા છે જ નહીં અને હોય તે દેહ, ઈંદ્રિય કે પ્રાણ આ ત્રણમાંથી એકને આત્મા માની લેવો જોઈએ. જુદી નિશાની ન હોવાથી આત્માનું અલગ અસ્તિત્વ નથી. હવે ફરી એ જ વિષયમાં બીજી રીતે શંકા રજુ કરે છે - વળી જે આત્મા હોય તે, જPય તે નહીં કેમ, જણાય જો તે હેય તે, ઘટ-પટ આદિ જેમ...૪૭.... ગુરુદેવ ! આત્મા હોય તે તે દેખા જોઇએ. જે ચીજોનું અસ્તિત્વ છે તે બધા જ પદાર્થો જણાય છે. તેનું જ્ઞાન થાય છે. એમ જે આત્મા હોય તે તેનું જ્ઞાન પણ થવું જોઈએ. જેમકે ઘટ એટલે ઘડે અને પટ એટલે વસ્ત્ર. એ બન્ને દેખાય છે. અહીં ઘટ-પટ કહી જગતના સર્વ જડ પદાર્થો તરફ સંકેત કર્યો છે. એટલે કે જગતના તમામ જડ પદાર્થોનું જ્ઞાન થાય છે. કારણ કે તેનું અસ્તિત્વ છે. તે રૂપી છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ ગુણોવાળું છે. - આપણું તર્કશાસ્ત્રમાં પણ આ જ વાત કહેલ છે. અસ્તિત્વ અને નાસ્તિત્વની ચર્ચામાં જે પદાર્થનું જગતમાં ક્યાંય પણ અસ્તિત્વ નથી તે ન જ દેખાય. તે સમજાવવા ત્યાં આકાશકુસુમની ઉપમા અપાય. જેમકે આકાશકુસુમ નથી માટે તે દેખાતું નથી. આકાશકુસુમ એટલે આકાશનું ફૂલ. ફૂલ ઝાડમાં હોય, છોડમાં હોય, લતામાં હોય પણ જ્યાં આ કંઈ ન હોય ત્યાં માત્ર આકાશમાં એકલું ફૂલ કેમ ઉગે ? તે નથી એટલે તે જણાતું પણ નથી. અહીં શિષ્ય પણ એ જ કહે છે કે જેમ ઘટ-પટ આદિ પદાર્થો દેખાય છે, કારણ તે છે, તેમ જે આત્મા હોય તે તે દેખા જોઈએ. આજના