________________ ભાસ્યો દેહાધ્યાસથી ! વીતરાગ પરમાત્મા, અનતજ્ઞાની-અનંતદર્શની, પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ–રત્નની આરાધના, જેણે મેક્ષ માર્ગને યથાર્થ જાણે છે તે જ કરી શકે છે. ભૂલેલે જીવ, ભ્રમમાં ભટક્યા કરે છે તેથી આરાધના તેને સૂઝે જ નહીં. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં વિચારવાન તથા દશાવાન શિષ્યની શંકાઓ વિષે ચર્ચા ચાલી રહી છે. પોતે કોણ છે? તે જાણવાની અદમ્ય અભિલાષા ગુરુદેવના સમીપે શિષ્યને મુખરિત કરે છે. શિષ્યના મુખે એક પછી એક શકા નીકળી રહી છે. એક આત્મતત્વને સમજવા શિષ્ય જુદી-જુદી કેટલી રીતે સંદેહ મૂક્યાને ગુરુદેવ પણ એવી જ ઉત્કૃષ્ટ હિતવૃત્તિથી શિષ્યની શંકાઓનું સમાધાન કરવાના ઈચ્છુક છે. તેઓના અંતઃકરણમાં, શિષ્યની શંકા સાંભળી આનંદ થાય છે. શિષ્ય પર પ્રસન્ન થઈ ઉઠે છે. શંકાને કરનાર શિષ્ય કૃપાપાત્ર બની ગયા ! કેમ? શંકા કરનાર તે અજ્ઞાની હવે જોઈએ! તેના પ્રત્યે વત્સલતા કે કંટાળે? ગુરુદેવ વિચારે છે - મેં સુયોગ્ય શિષ્યને જ્ઞાનને અધિકારી માન્ય છે. આત્મા જેવા મૂળભૂત તત્વ પર શિષ્ય કેટલી વિચારણા કરી હશે; આત્મચિંતનના કેટલા ઊંડાણમાં એ ગયે હશે કે તેને આવી તર્કયુક્ત શંકાઓ જાગી છે! તેથી ગુરુદેવ સમાધાન આપવા તત્પર થાય છે. આવી શંકા થવા પાછળ શિષ્યની વિચારદશા હેવા પછી પણ, શિષ્યની ક્યાંક ભૂલ છે. એ ભ્રમમાં છે, એ પણ એક કારણ છે. તેથી -માનવમનના ઊંડાણને પામી કઈ યુક્તિ કારગત નીવડશે તે સમજી પહેલ જ પ્રહાર શિષ્યના અંતરમાં રહેલી ભૂલ પર કરે છે. તેઓ કહે છે -