________________ હું આત્મા છું જુઓ ભાઈઓ! નથી ઓળખતે તમારા એ મિત્રને! પણ તમે કહે છે એટલે માની લઉં છું. તે હવે એક કામ કરે. એની બુદ્ધિ કાઢીને આ ટેબલ પર મૂકે, એટલે હું મારો આત્મા કાઢીને બીજી બાજુ ટેબલ પર મૂકું !" “અરે! ડે. સાહેબ! કેવી વાત કરે છે ! બુદ્ધિ કંઈ મગજમાંથી કાઢીને મૂકવાની ચીજ છે? કે આંખેથી જેવાની ચીજ છે?” “તે શું છે? કેવી રીતે બુદ્ધિને જાણી શકાય?” “સાહેબ! એ તે માત્ર અનુભવવાની ચીજ છે. અમારો આ મિત્ર તેને અનુભવતા હશે અને બુદ્ધિના પરિણામરૂપ તેની શક્તિને આપણે જોઈ શકીએ, પણ બુદ્ધિ કઢાય નહીં અને જેવાય નહીં !" બસ, તે પ્યારા બાળકે ! હું પણ એજ કહું છું કે આત્મા અનુભવવાની ચીજ છે. પિતે તેને અનુભવી શકે. અને દેહમાં આત્મા હોવાથી તેના પરિણામ સ્વરૂપ દેહમાં થતી ક્રિયાને આપણે જોઈ શકીએ ! બોલવું, ચાલવું, ખાવું, પીવું, હરવું - ફરવું અને આપણું આખું યે જીવન, દેહમાં આત્મા છે તેનું પરિણામ છે. સમજ્યા? આત્મા કાઢીને હાથમાં લઈ જવાની ચીજ નથી.” અને બંધુઓ! વિદ્યાથીઓ સમજી ગયા ! ચાલ્યા ગયા! તે કહેવાનું એ કે બધી જ વસ્તુઓ ઈદ્રિયગોચર નથી હતી. પણ શિષ્યના મનમાં શંકા છે તેથી એ કહે છે કે ઘટ-પટની જેમ આત્મા દેખાય તે તેને માનું. અને મેં કહો તેટલા બધા જ વિકલ્પોથી આત્મા સિદ્ધ થત નથી, તે હવે આ વિષયમાં માત્ર એક જ વાત કહેવાની રહે છે તે માટે છે નહીં આત્મા, મિથ્થા મિક્ષ ઉપાય, એ અંદર રાંકા તણે સમજાવો સદુપાય...૪૮. ' હે ગુરુદેવ! આ બધા તર્કોથી એમ માનું છું કે આત્મા નથી. જે આત્મા જ નથી તે બંધ કોને અને મોક્ષ કેને? તે પછી પુરુષાર્થ પણ શાના માટે? આત્મા હોય તે તેને બંધ પણ હોય અને બંધ હોય તે