________________ 30 હું આત્મા છું' દેહાત્મ બુદ્ધિ જતી નથી. આમ દેહને પરિચય અનંતકાળને હેવાથી આ પ્રશ્ન થાય કે શું આ આતમા અનંતકાળમાં દેહ વગર કયારે ય નથી રહ્યો ? ઉત્તરમાં શાસ્ત્રો કહે છે કે આત્મા મૃત્યુ પછી એક શરીરમાંથી નીકળે અને બીજું શરીર ધારણ કરે તે વચ્ચે સમય બહુ જ અલ્પતમ હોય છે. જે આત્મા ત્રાજુગતિથી જાય તે તે એક સમયમાં જ અર્થાત પિલે સમયે આ શરીરથી નીકળે અને બીજે સમયે બીજું સ્થૂલ શરીર ધારણ કરી લે છે. તેથી માત્ર એક જ સમય દેહ રહિત રહે છે પણ વકગતિથી જાય એટલે કે બે-ત્રણ વળાંક લઈને જાય તે ત્રણ કે ચાર સમય સ્થલ દેહ રહિત રહે છે અને પછી બીજું શરીર ધારણ કરી લે છે. આમ વધુમાં વધુ માત્ર ચાર સમય દેહ રહિત જીવ રહે છે. જો કે તૈજસકાર્પણ રૂપ સૂક્ષ્મ શરીર તે સાથે હોય જ છે. અનંતકાળના પ્રવાહમાં ચાર સમય અત્યંત તુચ્છ છે. તેથી આત્માને દેહને અધ્યાસ થઈ ગયો છે. દેહ તે જ હું, એવી નિરંતરની સ્મરણદશાના કારણે દેહના ધર્મોને પિતાના ધર્મો માની લીધા. દેહના સંબંધીઓને પિતાના સંબંધી માનીને ભાન ભૂલ્ય. પણ દેહ તે આત્મા નથી. દેહથી જુદો હું આત્મા છું એનું ભાન નથી. હે શિષ્ય ! દેહ તે આત્મા કેમ હોઈ શકે ? દેહ અને આત્માનાં લક્ષણે પ્રગટ રૂપે ભિન્ન ભિન્ન દેખાય છે. શ્રીમદ્જીના જ શબ્દોમાં દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે, - ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે, જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ, દેહનાં સ્વભાવ જીવ પદમાં જણાય છે. એ જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે. ભાસે જડ ચેતન્યને પ્રગટ સ્વભાવ ભિન્ન, બને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. - અજ્ઞાનના કારણે જ દેહ અને આત્મા એક ભાસે છે ને તેથી જ સર્વ પ્રવૃત્તિઓ જેવી કે રેગ, શેક, દુઃખ વગેરે દેહના ધર્મો હોવા છતાં