________________ ભાસ્ય દેહાધ્યાસથી 33 દેહની પ્રવૃત્તિને, આત્માની પ્રવૃત્તિ માની લઈને, દેહ તે જ આત્મા એ ભાસ ઉભો કર્યો છે. પણ જેમ મૃગજળ તે માત્ર ઝાંઝવાં છે પણ પાણું નથી તેમ દેહ તે આત્મા નથી. પણ દેહ જડ, આત્મા ચેતન એ બન્નેનાં લક્ષણે અત્યંત ભિન્ન છે. જડમાં ચેતનને એક અંશ નથી અને ચેતનમાં જડનો એક અંશ નથી. લક્ષણની મિત્રતાના કારણે બને ભિન્ન છે. તે કર્મ સહિત આત્મા, દેહ વિના રહી શક્તો નથી. માટે બન્નેને આધાર આધેય ભાવ છે. જેમ આકાશને સ્વભાવ છે-જડ-ચેતન સર્વ પદાર્થોને આધાર આપે. જગતના સર્વ પદાર્થોને આકાશ સાથે આધાર-આધેય ભાવ છે. આકાશ આધાર છે અને તેમાં રહેલા પદાર્થો આધેય છે. તેવી જ રીતે દેહ અને દહીને સંબંધ છે. દેહીને દેહે આધાર આપે છે માટે દેહ આધાર છે અને દેહી એટલે આત્મા આધેય છે. આકાશમાં રહેલ પદાર્થો આકાશ રૂપ નથી પણ તેનાથી સર્વથા ભિન્ન છે તેમ દેહમાં રહેલે આત્મા દેહ રૂપ નથી પણ દેહથી સર્વથા ભિન્ન છે. શિષ્યની શંકા હતી- અથવા દેહ જ આતમ- તેનું સમાધાન ગુરુદેવે આપ્યું. અને દેહ-આત્મા ભિન્ન છે તથા દેહ તે આત્મા નથી પણ આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે તે સમજાવ્યું. આત્માના અસ્તિત્વના વિષયમાં શિગે કરેલી અન્ય શંકાઓનું સમાધાન, ગુરુદેવ હવે કહેશે.