________________ નહીં જુદુ એંધાણ માની શકાય, અન્યને નહીં. વળી કેટલાક પદાર્થોના કેટલાક ધર્મોનું જાણપણું અન્ય ઈન્દ્રિયોથી થાય છે. શબ્દ આંખે દેખાય નહીં, તેને કાનથી સાંભળી શકાય. હા, લખેલે શબ્દ હોય તે વાંચીને તેને જાણી શકાય. પણ ક્યાંય પણ બોલાતે શબ્દ કાન વડે જ સાંળળવો પડે. તે શબ્દનું જ્ઞાન કાનથી થાય છે. સુગંધ કે દુર્ગધ, જેવા કે સાંભળવાથી ન જાણી શકાય, પણ નાક વડે ગ્રહણ થાય તે જ જાણી શકાય. તે ગંધનું જ્ઞાન નાકથી થાય. કેઈપણ પદાર્થ સામે પડયે હૈય, આંખથી જોઈએ કે નાકથી સુંધીએ પણ તેમાં રહેલા રસને જીભથી જ જાણી શકાય. જ્યાં સુધી જીભ પર ન મૂકીએ ત્યાં સુધી તેના આસ્વાદની ખબર ન પડે તે રસનું જ્ઞાન જીભથી થાય. અને સ્પર્શ હલકો, ભારે, ગરમ, શીત વગેરે બીજી કઈ ઇન્દ્રિયથી અનુભવી ન શકાય. ત્વચા સાથે એ પદાર્થને સંપર્ક થાય ત્યારે જ જાણી શકાય. હવા હોય, પણ તે જોવાય કે સંભળાય નહીં, આપણું શરીરને સ્પર્શ તે જ ખબર પડે કે ગરમ હું આવી રહી છે કે શીતલ-સમીર વાઈ રહ્યો છે. આમ જગતમાં પ્રાપ્ત થતાં પદાર્થો પાંચ ઈનિદ્રથી જાણી શકાય છે. કેટલીક વાતે મનથી સમજાય છે અને સર્વ સંસારને આપણું આ શક્તિઓ વડે જાણી લઈએ છીએ. પણ આત્માનું કેઈ રૂપ દેખાતું નથી. આત્મા સંભળાતું નથી, તેની કેઈ ગંધ નથી, જીભ પર મૂકી તેને રસ લેવાય તે નથી અને સ્પર્શ વડે પણ તે જાણી શકાતા નથી તેમજ મનથી ગમે તેટલે વિચાર કરીએ તે પણ મનની પક્કડમાંય આત્મા આવતો નથી આમ કેઈપણ ઇન્દ્રિય કે મન દ્વારા આત્મા ગ્રહણ થવા એગ્ય નથી. આજ સુધી એ, સાધન વડે જણાયા નથી. તેથી એમ લાગે છે કે આત્મા નામના કેઈ તત્વનું અલગ અસ્તિત્વ નહીં હોય. માટે જ બીજે પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ - પરંતુ શિષ્ય વિનયવાન છે. ગુરુદેવનાં વચનમાં શ્રદ્ધા છે. તેથી ફરી ગુરુદેવને કહે છે. મને તે આત્મા ક્યાંય જણ નથી પણ આપ ફરમાવે છે કે આત્મા છે તો પછી કેને આત્મા માનવે ? એ પણ શંકા મારા મનમાં છે -