________________ હું આત્મા છું અથવા દેહ જ આતમા, અથવા ઇંદ્રિય પ્રાણ મિથ્યા જુદે માન, નહીં જુદુ એંધાણ.૪૬. ગુરુદેવ ! આ દેહને જ આત્મા માની લઈએ તે શું વાંધો છે? દેહથી અલગ કેઈ આત્માને માનવાની જરૂર પણ ક્યાં રહે છે ? કારણ કે જીવન જીવાતું હેય તે આ દેહથી જ જીવાય છે. જેટલી ક્રિયાઓ થાય છે, સુખ-દુઃખનાં સંવેદને થાય છે તે દેહમાં જ થતાં અનુભવાય છે. બેલે-ચાલે, હરેફરે, ખાય-પીએ, વગેરે કિયાઓ દેહ જ કરે છે. શિષ્યને અતીન્દ્રિય કે સૂકમ સંવેદનાઓને અનુભવ નથી. સર્વ સામાન્ય માન ની જેમ ઈદ્રિયે અને મનથી થતી સ્કૂલ સંવેદનાના અનુભવેમાં જ એ જીવી રહ્યો છે તેથી ઇન્દ્રિયાદિને આત્મા માનવા પ્રેરાઈને પ્રશ્નો ઉપસ્થિત કરે છે. છતાં એ અતીન્દ્રિય જ્ઞાનને અભિલાષી છે એ તેની જિજ્ઞાસા પરથી જણાયા વગર રહેતું નથી. વળી, આપણે કયાં કઈને આત્મા જે છે ? જેને આપણે જીવ કે આત્મા કહીએ છીએ તે પણ તેના દેહને સંબોધીને કહીએ છીએ. કઈ માનવ, પશુ, પંખી, જતુ વગેરેને હાલતાં-ચાલતાં જોઈને આપણે કહેતા હોઈએ છીએ કે આ જીવ છે. એને માત્ર શ્રદ્ધાથી કહીએ છીએ. પણ દેહને જ જે છે આત્માને નહીં, માટે દેહને જ આત્મા માની લઈએ. એમ નહીં તે ઈન્દ્રિયને જ આત્મા માની લઈએ. આપ કહો છે આત્માને ગુણ જ્ઞાન છે તે જગતના સર્વ પદાર્થોનું જ્ઞાન ઈન્દ્રિ દ્વારા જ થાય છે ને ? જે ઇન્દ્રિય અટકી જાય છે તેના વિષયને જ્ઞાન પણ થતું નથી. કેઈ માણસ આંખ ગુમાવી બેસે છે તે આંખથી દેખાતા પદાર્થોનું જ્ઞાન પણ અટકી જાય છે. કાનથી સાંભળવાનું બંધ થાય છે તે શબ્દજ્ઞાન નથી થતું, એમ જે ઈદ્રિયે કામ કરતી બંધ થઈ જાય તે વિષયનું જ્ઞાન થતું નથી, અને જ્ઞાન આત્માને ગુણ છે માટે ઈન્દ્રિયે જ આત્મા છે. વળી દેહ કે ઈન્દ્રિયોને આત્મા ન માને તે વાચ્છવાસને તે આત્મા માની જ શકાય. કારણ કેઈ બિમાર માણસની બધી જ ઈન્દ્રિ