________________ 21 નહીં જુદું એંધાણ પેટી થઈ જાય. કદાચ એ ભાન-સાન ગુમાવી બેસે તે પણ જ્યાં સુધી તેને શ્વાસોચ્છવાસ ચાલતો હોય ત્યાં સુધી એ જીવતે છે એમ આપણે માનતા હોઈએ છીએ. અર્થાત ધાસેચ્છવાસ એ જ જીવ હોવાની નિશાની છે. માટે ધાસવાસ જ આત્મા છે એમ માની લઈએ તે કંઈ ખોટું નથી. આ ત્રણથી જુદો માનવે તે આપણું પેટી જીદ છે કારણ આ દેહ, ઈન્દ્રિય અને પ્રાણ આ ત્રણ વિકલ્પ છે આત્માનાં, આનાથી જુદી કઈ નિશાની, કઈ ચિન્હ આત્માના હેવાપણાનું દેખાતું નથી. તેથી જ આ ત્રણમાંથી કઈ એકને જ આત્મા માની લે. એ જ બુદ્ધિમત્તા છે. બંધુઓ ! અહીં શિષ્ય શંકાઓ રજુ કરી છે. સમાધાન તે ગુરુદેવ પછી આપશે. પણ વિચારે ! કે શિષ્ય કેટલે જિજ્ઞાસુ હશે ? આત્માના વિષયમાં તે કેટલે ઊંડો ઉતર્યો હશે ! તેણે કેટલું ચિંતન કર્યું હશે ! આપણે કેટલી વાર સાંભળ્યું પણ ક્યારેય ચિંતન કર્યું? આગ મેમાં કહ્યું છે અને ગુરુદેવના મુખેથી સાંભળ્યું એટલે આપણે માની લીધું કે આત્મા છે. પણ આપણે કદી એ વિષયમાં ઊંડા ઉતરીને વિચાર્યું છે? આગમ અને સંતે તે કહે છે, તે સાચું છે. પણ હું તેના પર ચિંતન કરી મારી બુદ્ધિને કસીને માન્યતાની દઢતા કરૂં એ વિચાર કયારેય આવે છે ? આ સાચું હવા પછી પણ જે ચિંતનપૂર્વક તત્વને પચાવ્યું હશે તે એ શ્રદ્ધામાંથી ખસશે નહીં. ઉંડાણમાં શ્રદ્ધા જામી જશે ને અંતે એને સાક્ષાત્ અનુભવ થશે. પણ આપણું સ્થિતિ કેવી છે ? સંતે જે ફરમાવે તે બધું જ સત વચન ગુરુદેવ ! પછી એ શું કહે છે તે વિચારવા ઊભા રહેતા નથી. સતએ કહ્યું એટલે સાચું જ હોય ! એમાં વળી આપણે શું વિચારવાનું? ના, આવું ન રાખશે. તેને કહેવા પાછળને હેતુ, લક્ષ્ય તથા ભાવાર્થ સમજવા માટે પણ એમના ઈગિતને જાણવા જેટલી તે આપણી માનસિક ભૂમિકા આવશ્યક છે. નહીં તે અધાતુકરણ થશે. હું તમને પૂછું કે કઈ એવા વક્તા તમારી સામે આવે કે જે આત્માના અસ્તિત્વને માનતા નથી. અને તેઓ તર્ક સહિત તમને એ સમજાવે કે આત્મા