________________ .. નહીં જ હું એધાણ ! વીતરાગ પરમાત્મા, અનતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના જેઓએ કરી, તેઓ સિદ્ધિ પામી ગયા સાધના વિના સિદ્ધિ નથી. સાધનામાં એટલું બળ છે કે આત્મા પર રહેલા અનંત-અનંત કર્મોને ભસ્મ કરી, આત્માને સર્વથા શુદ્ધ બનાવે છે. , આરાધક જીવને આત્માના અસ્તિત્વની પૂર્ણ શ્રદ્ધા હોય છે. અહીં આત્માથી શિષ્યને આત્માના અસ્તિત્વમાં કેટલાક સંદેહ છે. તે સત્પાત્ર અને જિજ્ઞાસુ છે. સત્ય સમજવાની તાલાવેલી લાગી છે તેથી વિનમ્ર ભાવે, સરળતાપૂર્વક ગુરુદેવના શ્રીચરણોમાં જઈ પોતાની શંકા નિવેદિત કરે છે. અને એ શંકાનું સમાધાન આપવા માટે ગુરુદેવને વિનવી રહ્યો છે. એ. પૂછે છે નથી દષ્ટિમાં આવતે, નથી જણાતું રૂપ; બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ ....૪પ... શિષ્ય કહે છેઃ ગુરુદેવ ! આપ હંમેશાં આત્માના વિષયમાં સમજાવતા હે છે. પણ આત્માને કેવી રીતે સ્વીકારી શકાય ? કારણ આત્મા નેત્ર વડે જોઈ શકાતું નથી. તેનું કેઈ રૂપ, આકૃતિ વર્ણ દેખાતાં નથી. તેમજ બીજી કઈ ઈન્દ્રિયોથી પણ આત્મા અનુભવમાં આવતું નથી. આ શંકાનું થવું સહજ છે. આજ સુધી આપણે આંખથી દેખાય તેવા જ પદાર્થોને જાણ્યા છે, જોયા છે. આપણે આસપાસ પથરાયેલું આખું યે જગત આંખથી જોઈ શકાય છે. આંખ વગર કઈ પદાર્થને જોઈ શકાતું હોય તે ખબર જ નથી, તેથી જે આંખથી દેખાય તેને જ