________________ 17 પડું દર્શન પણ તેહ વળી આ છ પદે પરમાર્થને સમજવા ઈચ્છુક વ્યક્તિ માટે છે. જેને અંદરથી પરમાર્થની ભૂખ જાગી છે તેને માટે જ્ઞાનીઓએ કહ્યા છે અને તે સાપેક્ષ દષ્ટિએ સમજવાનાં છે. બંધુઓ ! આપણે પણ આપણું અંદર પરમાર્થનાં ઈચ્છક થઈએ. અંતર એવી તીવ્ર ઉત્કંઠાથી ઉભરાઈ ઉઠે કે જીવે આજ સુધી સંસારનાં સ્વાર્થને જ સેવ્યું છે પણ તેમાંથી પર થઈ પરમાર્થ તરફ પ્રેરાયે નથી. માટે હવે જ્યારે આવે સત્સંગ અને સશ્રવણને વેગ મળ્યો છે ત્યારે સ્વાર્થના સંકુચિત કેચલામાંથી બહાર નીકળી, પરમાર્થની વિશાળ દુનિયા તરફ પ્રયાણ કરીએ. - આટલી ભૂમિકા બાંધ્યા પછી શ્રીમદ્જી આત્માદિ છ પદોનું વિવેચન કરશે. જેને સાંભળી શ્રદ્ધામાં ઉતારીશું તે મોક્ષપદને પામવાને પુરુષાર્થ કરી શકીશું ........બાકી અવસરે .. ગ–૨-૨