________________ 15 વત્ દર્શન પણ તેહ એક નાના એવા અંશને સ્વીકાર કરે છે. એ દષ્ટિએ જૈનદર્શન સાથે તેનું સામ્ય છે. - પેટમાં ગમે તેટલું નાખે પણ તે પિતા પાસે કંઈ ન રાખી આખા શરીરને આપી દે છે. તેમ ચાવંકવાદીઓએ તત્વજ્ઞાનના એક જ અંશને રાખી બાકી બધું છોડી દીધું છે. માટે જ તેને જિનેશ્વરનાં શરીરના પેટના એક અંશ રૂપે સ્વીકાર કર્યો છે. અને છેલ્લે જન જિનેશ્વર ઉત્તમ અંગ, અન્તરંગ-બહિરગે રે અક્ષર-ન્યાસ ધરા આરાધક, આરાધે ધરી સંગે રે ...5 જૈન દર્શનને જિનેશ્વરનાં ઉત્તમાંગ, મસ્તકરૂપ કહ્યું છે. અન્તરંગબહિરંગ બન્ને પ્રકારે. આરાધક જીવ એના અક્ષરનું મનમાં સ્થાપન કરીને ગુરુની સાથે રહીને આરાધના કરે. શ્રી આનંદઘનજી મહારાજ જૈન હતાં માટે જૈનદર્શનને ઉત્તમાંગ કહ્યું છે તેમ નથી. પણ જૈનદર્શન અનેકાન્તવાદી દર્શન છે. સર્વ વસ્તુઓને સર્વાગે વિચાર કરે છે. દરેક દષ્ટિબિન્દુઓને લક્ષ્યમાં રાખી, અન્ય વિચારધારાઓને પણ પિતાનામાં સમાવે છે. સત્વગ્રાહી દર્શન છે. શરીરમાં મસ્તકનું સ્થાન સર્વોપરિ છે, ઉત્તમ છે. મસ્તક જ આખા ય શરીરના સર્વ અવયેનું સંચાલન કરે છે, શરીરને કંટ્રોલમાં રાખે છે. માથું બગડે તે બધું જ બગડે. એ જ રીતે જૈનદર્શન એકાંગી નથી, પણ અનેકાન્તવાદી છે. સાપેક્ષ દષ્ટિકોણથી સર્વ દર્શનેને સમન્વય કરી તેને સ્વીકાર કરે છે. અમે કહીએ તે જ સાચું એ કદાગ્રહ જૈન દર્શનમાં નથી. પણ સર્વ સંભાવનાઓને સ્વીકાર અહીં છે. માટે જ તેને સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત થયું છે. કેઈપણ દર્શનનું ખંડન કરવું તે આ દૃષ્ટિથી જિનેશ્વરનાં અંગોનું ખંડન કરવા જેવું છે. એટલે જ મુમુક્ષુ આત્મા કદી કઈ દર્શનનું ખંડન કરે નહીં. અહીં આપણે છ દર્શનેને સમાવેશ જૈનદર્શનમાં કેમ થાય તે વિચાર ખૂબ સંક્ષેપથી કર્યો છે. કારણ આ દાર્શનિક વિષય છે. ઘણું જ વિસ્તૃત વિવેચન માગી લે તેમ છે. પણ અહીં એ કહેવાનું પ્રયોજન નથી. માત્ર