________________ 14 હું આત્મા છું ભેદ-અભેદ-સુરત-મીમાંસક, જિનવર દેય કર ભારી રે લોકાલોક આલમ્બન ભજિયે, ગુરમુખથી અવધારી રે..૩ સર્વ આત્માઓને ભેદરૂપ માનનાર સુગત અર્થાત્ બૌદ્ધ અને સર્વ આત્માઓને અભેદ રૂ૫ માનનાર મીમાંસક જિનેશ્વરના બે હાથ છે. જે લેક અને અલેકના આધારરૂપ છે. જેને ગુરુગમથી જ સમજી શકાય. જેનદર્શન દ્રવ્યાસ્તિક નયથી સર્વ આત્માને એક માને છે, અર્થાત સ્વરૂપની દૃષ્ટિથી સર્વ આત્મા સમાન છે. અને પર્યાયાસ્તિક નયથી સર્વ આત્માઓને ભિન્ન માને છે. સર્વની પર્યાયે ભિન્ન-ભિન્ન સમયે અલગ-અલગ હોય છે. જેના દર્શનની દૃષ્ટિથી મીમાંસક દર્શન દ્રવ્યાસ્તિક નયવાદી છે અને બૌદ્ધ દર્શન પર્યાયાસ્તિક નયવાદી છે ! લેકા–લેમાં રહેલા સર્વ પદાર્થો આ બે નય દ્વારા સંપૂર્ણપણે સમજી શકાય છે. શરીરમાં રહેલા બે હાથ વધુ ક્રિયાશીલ છે, વધુ પુરુષાથ છે. આખા શરીર પર ફરે છે, અને આખા શરીરની ક્રિયાઓને કરે છે. બીજાં પણ અનેક કાર્યો હાથ દ્વારા થાય છે. તે જ રીતે ઉપર બતાવેલ બને ના સર્વ પદાર્થોનું સર્વાગિણ જ્ઞાન કરાવે છે. વળી આ અને દર્શને જૈનદર્શનને એક–એક નયથી સ્વીકૃત છે. લોકાયતિક ખ, જિનવરની, અંશવિચાર જો કીજે રે, તવ વિચાર સુધારસ ધારા, ગુરુગમ-વિણુ કિમ પીજે રે..૪ નાસ્તિક એવું ચાર્વાક દર્શન જિનેશ્વર દેવનું ઉદર છે, પણ માત્ર એક અંશથી જ. તત્ત્વ વિચારરૂપ સુધારસને ગુરૂગમ વિના પી શકાય નહીં. ચાર્વાક દર્શન આત્માદિને સ્વીકાર નથી કરતું તે આપણે આગળ જોઈ ગયા છીએ. આવા નાસ્તિક દર્શનને જીનેશ્વરના ઉદરની ઉપમા કેમ અપાય ? તેને ઉત્તર એ છે કે જેનદર્શન પાંચ પ્રમાણેને માને છે. કઈ તત્વને નિર્ણય કરવા જુદી-જુદી રીતે અપનાવાય છે તેમાં 1, પ્રત્યક્ષ 2, પરોક્ષ, 3, આગમ, 4, અનુમાન 5, ઉપમાન, આ પાંચ પ્રમાણે થી તત્વનિર્ણય જેન દાર્શનિકે કરે છે. ચાર્વાકવાદી આમાંથી માત્ર એક, ઈન્દ્રિય પ્રત્યક્ષ પ્રમાણને માને છે, અર્થાત્ જૈન માન્યતાના