________________ 12 હું આત્મા છું નિશ્ચયનયે નિત્યતાને સ્વીકાર કર્યા પછી પણ તેમાં વ્યવહારને અનિ. ત્યતા માને છે. દ્રવ્ય દૃષ્ટિએ નિત્ય આત્મા પર્યાયે અનિત્ય છે, પરિવર્તન શીલ છે. તે પર્યાય પણ સ્વાભાવિક અને વૈભાવિક બને છે. એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશન ખૂબ ઉંડાણથી વિચારે ! આપણે મનુષ્ય છીએ તે શું છે ? અનેક વખત સાંભળી ચુક્યા કે મનુષ્યને જન્મ એટલે ઉત્તમ માં ઉત્તમ અને દુર્લભ છે. માનવ બનવું તે શ્રેષ્ઠ છે. આ માન્યતા આપણે સહુના મનમાં દઢપણે છે પણ હું કહું છું કે મનુષ્યપણું તે આત્માની વિકૃત દશાનું પરિણામ છે. માટે મનુષ્ય થવું તે ઉત્તમ નથી ! સ્વીકારશે આ વાત ? બંધુઓ ! સાંભળીને જરા બુદ્ધિને ધકકો લાગશે ! આ શું ? સર્વ શાસ્ત્રોએ મનુષ્યપણાને ઉત્તમ કહ્યું અને આપ કેમ આમ કહે છે ? હા, દેવ, નારક કે તિર્યંચ ગતિની અપેક્ષાએ ભલે મનુષ્યપણું ઉત્તમ હેય પણ આત્માની શુદ્ધ દશા જ્યારે કર્મના લેપથી લેપાછું અને વિકૃત થઈ ત્યારે જ તેને ગતિનું પરિભ્રમણ છે, અને એ ભ્રમણમાં મનુષ્ય ગતિ પણ છે તેથી તે વિકૃતિ છે, આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપમાં મનુષ્ય નથી, દેવ નથી, નારક કે પશુ નથી. તે તે માત્ર શુદ્ધ ચિપ આત્મા જ છે, તે વિકૃતિ તે ઉત્તમ કઈ રીતે હોઈ શકે ? માટે જ એક અપેક્ષાએ શ્રેષ્ઠ ગણાતે મનુષ્ય-ભવ બીજી દૃષ્ટિએ વિકૃત છે. હા, તે આ આત્માની વૈભાવિક પર્યાયની વાત થઈ છતાં વ્યવહારિક દૃષ્ટિથી મનુષ્યપણું શ્રેષ્ઠ છે તે પણ હકિકત જ છે. નૈયાયિકએ આત્માને નિત્ય માન્યો તેને પરમ શુદ્ધ નિશ્ચયનયથી સ્વીકારી શકાય. તે જૈનદર્શન અન્ય દર્શનેને એક–એક દૃષ્ટિકોણથી અપનાવે છે. અને ત્યાં જ જૈનદર્શનનાં અનેકાંતવાદની સિદ્ધિ છે. તેની યથાર્થતાની સાબિતિ છે. અને તેથી જ ભારતનાં અન્ય દર્શને જૈનદર્શનની આ વિશાળ દકિટમાં સમાઈ જાય છે. અન્ય દર્શનેને માન્ય તને પિતાની આગવી શૈલીથી સ્વીકાર કરવાનું સામર્થ્ય જૈનદર્શનની સ્યાદ્વાદ શૈલી ધરાવે છે. તેમજ તે દર્શનેની માન્યતા ઉપરાંત પણ જૈનદર્શન તત્વના