________________ હું આત્મા છું જૈનદર્શનમાં અન્ય દર્શનેને સ્વીકારવાની કેવી ઉદારતા છે, કેવી વિશાળતા. છે તે જ બતાવવું છે અને છેલ્લે આનંદઘનજી મહારાજ પણ કહે છે. જિનવરમાં સઘળા દર્શન છે, દશને જિનવર ભજના રે. સાગરમાં સઘળી તટિની સહી, તટિનીમાં સાગર ભજના રે.. 6 જિનેશ્વરમાં એટલે કે જિનદર્શનમાં બધાં જ દર્શનેને સમાવેશ થઈ જાય છે. અન્ય અન્ય દર્શનેમાં જિનદર્શનનો સમાવેશ થાય કે ન પણ થાય. જેમ સાગરમાં બધી જ નદીઓ સમાઈ જાય પણ નદીમાં સાગર હોય કે ન પણ હોય. | નદીઓ સાગરમાં એકરૂપ થઈ મળી જાય છે. તેમાં અંતભૂત થઈ જાય છે. જયારે સાગર તે ક્યારેક બહુ ભરતીના સમયે જ કઈક નદીના મુખમાં પ્રવેશે, અન્યથા નહીં. આમ આનંદઘનજી મહારાજે ષડ્રદર્શનેને જિનેશ્વરના દર્શનમાં સમાવી લઈ જૈન દર્શનની ઉદારતાને પરિચય આપે છે. વિક્રમના ચોથા-પાંચમા સૈકામાં થયેલા આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરે તેમનાં સન્મતિ પ્રકરણ નામનાં ગ્રન્થમાં કહ્યું છે કે આત્મા છે, આદિ છે પદોની શ્રદ્ધા ધરાવે છે તે સમકિતી અને ન શ્રદ્ધા ધરાવે તે મિથ્યાત્વી, આમ આ છ પદ વિષેની માન્યતા પરાપૂર્વથી ચાલી આવે છે. આચાર્ય હરિભદ્રસૂરિશ્વરજીએ પણ આ પદોની વિવેચના કરી છે તે આપણે પ્રારંભમાં જ કહી ગયા હતા. અહીં કેટલાકને એ પ્રશ્ન થાય છે કે શ્રીમદ્ રાજચંદ્રજી તો ગૃહસ્થી હતા અને તેમના રચેલ શાસને શા માટે માન્યતા આપવી ? પણ આગળ બતાવ્યું તેમ શ્રી સિદ્ધસેન દિવાકર તથા શ્રી હરિભદ્રસૂરિશ્વરજી જેવા સમર્થ સાધક મહાપુરુષે જીનેવરના માર્ગને જે રીતે કહી ગયા તે જ શ્રીમદ્જીએ સરળતાથી સમજાવ્યું છે. તેઓએ પોતાના તરફથી કંઈ કહયું નથી. તેથી આ શાસ્ત્રને ન માનવાનું કેઈ કારણ નથી. વળી આ છ પદોને, પિતાની સાધના દ્વારા તેઓએ સિદ્ધ કરી બતાવ્યાં તેથી તે તેઓ પ્રગવીર કહેવાયા.