________________ ષડૂ દર્શન પણ તેહ આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે માટે જૈન દર્શન અને આત્માના હેવાપણુમાં પણ શ્રદ્ધા ધરાવે છે. ગ–ૌયાયિકે ઈશ્વરને જગતને કર્તા માને છે. જેના પરંપરા કોઈ એક ઈશ્વરે આ સૃષ્ટિની રચના કરી છે તેવું માનતી નથી પણ આત્માને જ પરમાત્મા માને છે. સહુ જીવે પિતાને આંતર-બાહ્ય સંસાર પિતે જ ઉભે કર્યો છે. પિતે જે કંઈ છે, જે છે, જે કંઈ ભેગવે છે, જે કંઈ મળ્યું છે, તે બધું જ પિતાની અંદર પડેલા આત્મતત્વની. બહિર્મુખ પરિણતિના કારણે છે એ સ્વીકારે છે તેથી આ જગતનાં અનંત. આત્માઓએ, અનંત સંસાર રચ્યું અને તે સર્વ આત્માઓ પરમાત્મા સ્વરૂપી જ છે તેને જ ઈશ્વર કહી શકીએ. આ દષ્ટિ તૈયાયિકે સાથે. સંમત થાય છે. વળી જડ જગત અનાદિ-અનંત છે તે કેઈનું બનાવ્યું બને નહીં. જેનદર્શન જગતને સ્વયંભૂ માને છે. બૌદ્ધ આત્માનું નિત્યત્વ ન સ્વીકારતાં આત્માને ક્ષણિક માને છે. તેઓ કહે છે જગતનાં સર્વ પદાર્થો ક્ષણ સ્થાયી છે. એક ક્ષણથી વધારે સમય કેઈપણ પદાર્થ ટકી શક્તિ નથી. પ્રત્યેક ક્ષણે પદાર્થને નાશ થાય છે, અને પ્રત્યેક ક્ષણે ઉત્પત્તિ થાય છે. આમ સર્વ પદાર્થની સાથે આત્મા પણ અનિત્ય છે. જેનદર્શન આત્માને એક દષ્ટિએ અનિત્ય પણ માને છે. આ તેની અનેકાન્ત દૃષ્ટિની બલિહારી છે. આત્મા પોતાના મૂળ. રૂપમાં દ્રવ્યની દૃષ્ટિએ નિત્ય છે પણ જેટલા દ્રવે છે. તે સર્વ પરિણમનશીલ છે. ક્ષણ-ક્ષણ પર્યાયનું પરિણમન થયા કરે છે વળી પર્યાય તે. ક્ષણિક જ હોય તેથી નાશવંત છે. જે ટકીને સ્થિર ન રહે તે જ પર્યાય. તે આત્મા દ્રવ્ય છે. તેનામાં પણ પર્યાયે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. એ દૃષ્ટિએ આત્મા અનિત્ય છે. આમ પર્યાયાત્મક દ્રષ્ટિએ બૌદ્ધોની માન્યતા જેનદર્શન સ્વીકારે છે. દ્રવ્યાત્મક દષ્ટિથી આત્મા નિત્ય છે એ પણ જૈનદર્શનને માન્ય છે. યાયિકે આત્માને ફૂટસ્થ નિત્ય માને છે, એટલે કે જેમાં કંઈ જ પરિવર્તન કયારેય ન આવે. જે છે તે સદાકાળ રહે પણ જૈનદર્શન,