________________ ષડૂ દર્શન પણ તેહ કંઈ વિચારવામાં આવે તે છ પદ સિવાય બીજું કશું હોઈ ન શકે. તેથી જ શ્રીમદ્જી કહે છે કે આ છ પદને વિચાર કરતાં ષડ્રદર્શનનું જ્ઞાન થઈ શકે છે. ભારતમાં મુખ્યરૂપ છ દર્શન છે. 1, વેદાંત 2, જેન 3, સાંખ્ય સ, એગ 5. નૈયાયિક અને 6. બૌદ્ધ, જૈન દર્શન સિવાયના અન્ય દર્શને એકાંતવાદી છે ત્યારે જૈન દર્શન અનેકાંતવાદી છે. તત્વને એક દષ્ટિથી જ જવું તે એકાંત અને જુદી-જુદી અનેક દષ્ટિથી જેવું તે અનેકાંત. પ્રત્યેક પદાર્થમાં અનંત સંભાવનાઓ હોય છે. સર્વ સંભાવનાઓને દૃષ્ટિમાં રાખીને પદાર્થને કહે તે અનેકાંત. કોઈ પણ પદાર્થ ભિન્ન-ભિન્ન અનેક પ્રકારની ગ્યતા ધરાવતા હોય તેને એમ કહી દેવું કે તે આ જ છે તે તેને પૂરો ન્યાય આપી શકાતો નથી. પણ તે એક અપેક્ષાએ આવે છે, સાથે બીજી અપેક્ષાએ આ પણ છે એમ કહેવાથી પદાર્થનું પુરું સ્વરૂપ સામે આવે છે. પદાર્થનાં જેટલા Angles છે એટલા Angles થી તેને જેવો જોઈએ. જૈન દાર્શનિકેની એ વિશેષતા છે, કે તેઓ પ્રત્યેક પદાર્થ ને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની દષ્ટિથી જુએ છે અને સાથે-સાથે અસ્તિ નાસ્તિ ને વિવેક કરે છે. આ અનેકાન્તવાદ માત્ર શાસ્ત્રચર્ચા પૂસ્તે જ સીમિત નથી પણ જીવનમાં પ્રાયોગિક ક્ષેત્રે પણ એટલો જ ખરો ઉતરે છે. જેમકે નાના-મોટાની વ્યાખ્યા, ઊંચા-નીચાની વ્યાખ્યા, સારા-ખરાબની વ્યાખ્યા પણ સાપેક્ષ જ હોય છે. બે ટેબલ હેય એક ત્રણફૂટ ઉંચું અને બીજુ પાંચ ફૂટ ઊંચું. પહેલાં કરતાં બીજુ ઊંચું છે પણ તેની બાજુમાં ત્રીજુ આઠ ફૂટ ઊંચું ટેબલ મૂકે તે જેને ઊંચું કહ્યું તેને નીચું કહેવું પડશે. તે એ વચલા ટેબલમાં ઉચાપણું છે તેમ નીચાપણું પણ છે. એક જ ટેબલમાં પરસ્પર બે વિધી બાબત દેખાય છે. સામાન્ય રીતે એમ લાગે છે કે જે ઊંચું છે તે ઊંચું જ હોય. નીચું છે તે નીચું જ હોય ! પણ એકી સાથે બંને કેમ હોય ? પણ વ્યવહારમાં આમ પ્રયોગ થાય છે. જેને સહુ સારી રીતે જાણે છે, અને આમાં