________________ -16 દર્શન પણ છે ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રનની આરાધના આત્માને શુદ્ધ-બુદ્ધ બનાવે છે. અનંતકાળથી મલિન થયેલે આત્મા નિર્મળ બને છે. અને એ જ સિદ્ધિ છે. અધ્યાત્મ માર્ગે સિદ્ધિ પામીને કેઈ ચમત્કારિક લબ્ધિઓ પ્રાપ્ત કરવાની નથી. પણ આત્માનું જે મૂળભૂત સ્વરૂપ છે તે પામી જવાનું છે. અત્યારે આપણે જે કઈ છીએ તે વાસ્તવિકતા નથી, અયથાર્થ રૂપ ધારણ કરેલ છે. ગમે તેવા સાધન-સંપન્ન હે, શક્તિ ધરાવતા હે, શેઠશ્રીમંતનું બિરૂદ ધરાવતા હો, સમાજમાં પ્રતિષ્ઠા પામી ચુક્યા છે, એ બધું જ અયથાર્થ. એ તમારું સ્વરૂપ નથી, વાસ્તવિક સ્થિતિ નથી. આવું બધું તે કંઈ કેટલીયેવાર મેળવી ચૂક્યા છે. કશુંય નવું નથી. તમે જે મેળવ્યું તે વિશ્વના અનેક છે મેળવે છે. જે કંઈ સુખ મળ્યું, દુઃખ મળ્યું, આગળ વધ્યા કે પાછા પડયા. બધું જ જગતના ક્રમમાં ઘટિત થયા જ કરે છે ને થયું. પણ આજ સુધી આત્મદશામાં જે ઘટિત નથી કરી શક્યા, તે કરવું તેનું નામ છે આરાધના. ' આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આ આરાધનાની યથાર્થતાને સમજાવવા માટે જ છ પદનું વિવેચન થયું છે. જે ભારતનાં અન્ય દર્શનના સિદ્ધાંત સાથે પણ કંઈક સમ્મત છે. શ્રીમદ્જી કહે છે ષ સ્થાનકે સંક્ષેપમાં, દર્શન પણ તેહ, સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ.૪૪. ભારતનાં છ દર્શનેએ તાત્વિક વિચારણા જેટલી કરી છે તે આ છ પદની અંદર સમાઈ જાય છે. આત્માને કેન્દ્રમાં રાખી તેના વિષે જે