________________ હું આત્મા છું વ્યાકુળ થઈ ગયું છે. એટલામાં એક જગલી ઉંદર દેખાયે. સિંહ જેવું પ્રાણી આવા નાના જંતુઓને શિકાર ન કરે. તેનામાં પણ એક ખૂમારી હેય. પિતે બળવાન હોય એટલે બળિયા સાથે જ બાથ ભીડે. પણ શું કરે ? પેટની ભૂખ સતાવી રહી છે. એણે ઉંદરને મારવા પંજે ઉઠાવ્યો પણ નાને એ ઉદર બુદ્ધિમાન હતું. એણે વિનતિના સ્વરમાં કહ્યું, વનરાજ મને મારીને તમારું શું વળશે ? મારા આવડા શરીરથી તમારી ભૂખ ભાંગશે નહીં. મને છેડી દો. સિંહથી રહેવાતું નથી. ભૂખ સહેવાતી નથી. એ કહે ના, હું તે તને મારીશ જ. પણ ઉંદરે ખૂબ કાલાવાલા કર્યા વનરાજ ! મને છોડી દે, હું કયારેક તમને કામ લાગીશ ! વનરાજ વિચારે છે, આવડે એ મને શું કામ લાગશે ? છતાં ક્રૂર ગણાતા સિંહના દિલમાં દયા આવી અને એને છોડી દીધું. ઉંદર તે સિંહને મિત્ર બની ગયે. રોજ આવે, સિંહ સાથે ચેડી વાર રમે ને ચાલ્યા જાય. એમ એક દિવસ ઉંદર આવ્યા ને જોયું તે સિંહ કેઈની બિછાવેલી જાળમાં સપડાઈ ગયો છે, ગરીબડો થઈને બેઠે છે, નીકળવાના પ્રયાસ કરે તેમ વધુ ફસાતે જાય છે. ઉદર કહે આ શું? આવી દશા કેણે કરી આપની ? હે ! આ તે આપ જાળમાં ફસાયા છે! કંઈ વાંધો નહીં, આપને મુક્ત કરવા તે મારું કામ! અને ઉંદરે દાંત વડે ધીરે-ધીરે આખી જાળને કાપી નાખી. સિંહને મુક્ત કર્યો ! નાના એવા ઉદરે, વનરાજ જેવા મહા–પ્રાણીને મુક્ત કર્યો ! બંધુઓ! વિચારો ! જાળ કોણે કાપી? ઉંદરના દાંતની તીણતાએ! એ જ રીતે સંસારમાં ફસાયેલા આત્માને બંધનમાંથી છોડાવવાનું કામ કરે છે, સુધર્મ, સ્વધર્મ ! સ્વધર્મ જેવું તીણ સાધન બીજું કઈ નથી. અને બીજી વાત, ઉદરને સિંહ પર પ્રેમ હતું. તેના પ્રેમ ભાવે જ તેની પાસે આવું મોટું કામ કરાવ્યું. બંધુઓ! આપણે આપણા આત્માને જ મુક્ત કરે છે માટે આત્મા પર પ્રેમ કરીએ. જગતના પર ઘણે પ્રેમ કર્યો પણ પિતે પિતાને જ પ્રેમ નથી કર્યો. જે