________________ આત્મા છે સ્વરૂપને આનંદ લેતાં ત્યાં જ રહેવાનું છે. જ્યારે કેટલાક ધર્મ–સંપ્રદાયેની માન્યતા એમ પણ છે કે એક વાર મેક્ષ તે થઈ જાય, પણ ફરી જન્મ લઈ આ સંસારનાં દુઃખ ભેગાવવા આવવું પડે. આ માન્યતા જીવને પુરુષાર્થ કરવામાંથી પાછો પાડે છે. જે પ્રબળ પુરુષાર્થ કર્યા પછી, અનેક કષ્ટો વેઠ્યા પછી મળતી મુક્તિ, શાશ્વત ન હોય, ફરી એનું એ પરિભ્રમણ હેય તે એવી મુક્તિથી શું ? એના કરતાં તે જ્યાં છીએ ત્યાં સારા છીએ! મેજ કર્યા કરીએ અને જન્મ-મરણ કર્યા કરીએ ! બંધુઓ ! જેન પરંપરાની મુક્તિ વિષયક માન્યતા સર્વજ્ઞ–સર્વદશી, વીતરાગ પરમાત્માએ આપેલ, બતાવેલ માર્ગને અનુસરીને છે. તેથી તેમાં મીનમેખ ન હોવાથી આ જ સાધના આરાધવા યોગ્ય છે. અહીં આત્મા વિષે કરેલો પુરુષાર્થ કદી વ્યર્થ નથી જતો. જેમ-જેમ પુરુષાર્થ થાય તેમ-તેમ મેક્ષની નજીક એ પહોંચાડે છે. આ શ્રદ્ધા જ જીવમાં જાગૃતિ આણે છે. પુરુષાર્થની પ્રેરણા આપે છે અને અંતે જીવ મેક્ષને પામી જાય છે. અને છેલ્લે પદ- “મેક્ષ ઉપાય સુધર્મ. જ્યારે પાંચે પદની શ્રદ્ધા આત્મામાં જાગૃત થાય ત્યારે હવે અંતિમ પદ કહે છે. “મેક્ષ છે” જીવ મુક્ત થઈ શકે છે તે તેના ઉપાયે હેવા જ જોઈએ. જીવ કેવા પુરુષાર્થ વડે મેક્ષને પામી શકે ? તે તેને સાદે સીધો ઉપાય એટલે જ કે બંધાચેલે છે એને જ મોક્ષ છે. તે મોક્ષ પામવા બંધનને કાપવાં, બંધનને કાપવાની રીત એ જ છે મોક્ષને ઉપાય. મોક્ષને માર્ગ ગાથામાં મેક્ષને ઉપાય “સુધર્મ” બતાવ્યું. “સુધર્મ” એટલે સ્વને ધર્મ. આત્માના શુદ્ધ સ્વભાવ રૂપ જ્ઞાતા-દેષ્ટા ભાવ તે જ છે સ્વ–ધર્મસ્વધર્મને છોડી પર–ધર્મરૂપ રાગ-દ્વેષ સેવ્યાં એટલે જ બંધાયે છે. તેનાથી વિરૂદ્ધ વતે તે છૂટી જાય. મુક્ત થાય. પંચતંત્રમાં આપેલ બેધકથાઓમાં એક કથા છે. એક મોટા જંગલમાં કેટલાક રાની પશુઓ રહે છે. તેમાં વનનો રાજા વનરાજ પણ છે. આખા એ જંગલને ધ્રુજાવતે રાજ કરી રહ્યો છે. એકવાર ખેરાકની શોધમાં નીકળે ઘણું છુ, પણ શિકાર મળતું નથી. ભૂખની પીડા પેટમાં વધી રહી છે.