________________ આત્મા છે આત્માના નામે થતી ધર્મ–આરાધના કરવાને કઈ અર્થ નથી. બસ, જેટલાં વર્ષ જીવે, સુખેથી જીવે. કરજ કરીને પણ મેજ-મજા કરી લે. જીવનને ભૌતિક આનંદ માણવા માટે ધનની જરુર હોય. તમારી પાસે ધન હોય તે ભલે, ન હોય તે કઈ પાસેથી કરજ કરીને , તેમ ન મળે તે લૂંટીને પણ લઈ લે અને ભોગ ભોગવી . જીવન પૂર્ણ થયા બાદ કશું જ નહીં રહે, તે પછી ક્યાં ભગવશે ? આત્માના અસ્તિત્વને નહીં માનનાર માનવેને દષ્ટિકોણ ભૌતિક્યાદી જ થઈ જાય છે. આરાધનાના નામે કશું યે રહેતું જ નથી. માટે જ શ્રીમદ્જીએ આત્મા છે કહી આત્માના અસ્તિત્વ વિષે શ્રદ્ધા જાહેર કરી છે. વળી આત્મા છે એટલે જગતમાં ક્યાંક આત્મા છે કે હશે તેમ નહીં પણ “હું આત્મા જ છું, મારું અસ્તિત્વ આત્મ-રૂપ છે, દેહ રૂપ નથી, દેહથી તદ્દન જુદો “હું માત્ર આત્મા છું', આવી દઢ શ્રદ્ધા જાગે, શક્તિ રૂપે છે તે વ્યક્તિત્વ રૂપે સાકાર થાય, અને સત્ય તત્વની સંપૂર્ણ વ્યક્તિગત શ્રદ્ધા જાગે, તેથી જ આ પ્રથમ પદ . બીજું પદ-તે નિત્ય છે. આત્માનું અસ્તિત્વ છે અને તે નિત્ય અસ્તિત્વવાન પદાર્થ છે. એ શાશ્વત તત્વ છે, નાશવંત નહીં. દેહને જ આત્મા માનનાર દેહના નાશથી આત્માને નાશ માને તેને અનાત્મવાદી કહા છે અને આત્માને સર્વતંત્ર સ્વતંત્ર દ્રવ્ય માનનાર આત્મવાદી છે. આત્મવાદી તથા અનાત્મવાદી બને ચેતનના અસ્તિત્વને તે સ્વીકારે છે. પણ આત્મવાદી ચેતનના સૈકાલિક અસ્તિત્વને સ્વીકાર કરે છે, જયારે અનાત્મવાદી માત્ર અસ્તિત્વને જ સ્વીકાર કરે છે. ચૈતન્ય આત્મા કદી મરે નહીં. તેને નાશ ન થાય. દેહ જડ છે તેને નાશ થાય છે. દેહ છે તે જડને એક પર્યાય છે અને પર્યાય કક્કી સ્થિર રહે નહીં. જે પરિણમે છે અર્થાત્ ક્ષણે-ક્ષણે બદલાય છે તે પર્યાય છે. દેહ પણ પર્યાય છે માટે તેને નાશ થાય. પણ આમાં સ્વતંત્ર દ્રવ્ય છે અને દ્રવ્યના દ્રવ્યત્વને કદી નાશ થાય નહીં માટે આત્મા નિત્ય છે. વળી આત્મા એક શક્તિ રૂપ છે. શક્તિને કદી નાશ થતો નથી તેમ વિજ્ઞાને પણ સિદ્ધ કર્યું છે.