________________ હું આત્મા છું નહીં, એમ દઢતાપૂર્વક માનતે હેવાના કારણે પાપ કરવામાં પાછું વાળી જેતે ન હતે. આત્મા ન હોય તેથી પાપ-પુણ્ય પણ ન હોય અને પાપપુણ્યના અભાવે સ્વર્ગ–નરકની પણ સિદ્ધિ થાય જ નહીં, આમ સર્વથા નાસ્તિકવાદી હેવાના કારણે પાપ-પ્રપંચમાં જ એ પડયો હતો વળી એ હતે જિજ્ઞાસુ, એટલે પિતે જે માને છે તે સત્ય જ છે એ સાબિત કરવા માનવના દેહમાં, આત્માને શોધવાના પ્રયાસ પણ એણે જુદી-જુદી રીતે કર્યા હતા. મૃત્યુદંડની સજા પામેલા ગુનેગારને કોઠીમાં પૂરી, તેને જીવ કેઠીનાં કયા ભાગમાંથી નીકળે છે, તે જોવાનો પ્રયાસ કર્યો પણ કેઠીમાં ક્યાંય તડ પડી નહીં અને પેલે ગુનેગાર તે મરણ પામેલે જ કેઠીમાં દેખાયે. તે જ રીતે બીજા એક ગુનેગારના શરીરને પહેલાં તેન્યું, અને ફાંસી દીધા પછી ફરી વજન કર્યું. અને વજન સરખા જ થયા. તેથી ત્યાં પણ સિદ્ધ થયું કે આત્મા નથી. જે આત્મા હોય તે દેહમાંથી નીકળી ગયા પછી દેહનું વજન એટલું ઓછું થવું જોઈએ પણ વજન ઓછું થયું નહીં. ત્રીજા ગુનેગારના શરીરના ટુકડે-ટુકડા કર્યા. અસંખ્ય ટુકડા કર્યા અને દરેક ટુકડામાં જીવને જોવાનો પ્રયાસ કર્યો પણ એકે ય ટુકડામાં જીવ દેખાય નહીં. આમ તેણે કરેલા સર્વ પ્રયાસ વડે દેહમાં આત્મા નામનું કોઈ તત્વ નથી એવું સાબિત કર્યું. તેથી તેને વિશ્વાસ દઢ થયે. પાપ અને પાપના ફળને ન માનવાના કારણે જીવન પાપમય પ્રવૃત્તિમાં જ વ્યતીત થવા માંડયું. જો કે પાછળથી તે બુઝચે અને આત્માના અસ્તિત્વને સ્વીકારતે થયો. જીવન સુધર્યું અને સાધનાની રાહે ચડી ગયે. સમતા યોગને સાધી એણે સફળતા મેળવી લીધી. અહીં રાજા પરદેશીએ આચરેલા પ્રયાસો સ્પૃહણીય નથી પણ આત્મ-તત્વને જાણવાની તેની જિજ્ઞાસા ઉલ્લેખનીય છે, પ્રશંસનીય છે. ભારતમાં એક ચાર્વાક સંપ્રદાય હતે. આજે તેનું સંપ્રદાયના રૂપમાં અસ્તિત્વ નથી. આ મતવાદીએ આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ ધરાવતા નથી. આ જન્મ પહેલે અને છેલ્લે છે. પુનર્જન્મ નથી. પાપ-પુણ્ય નથી, સ્વર્ગ-નરક નથી. કર્મ નથી, કર્મફળ નથી. કશું જ નથી. અને તેથી . . . . e.