________________
યોગદષ્ટિ સમુચ્ચય
જીને પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનક કહેલ છે. તે સામાન્ય પ્રકારે જાણવું, બાકી વાસ્તવિક રીતે પ્રથમ ગુણસ્થાનક ઉત્કૃષ્ટ આ ચેથી દષ્ટિમાં આવે ત્યારે જ પ્રાપ્ત થાય છે. શ્રાવકના કુળમાં જન્મ લેવાથી, કે સાધુના વેશ પહેરવાથી થું, પાંચમું કે, છઠ્ઠ ગુણસ્થાનક આવી જતું નથી. તે તે ગુણે પ્રાપ્ત કરવાથી પમાય છે. આગળ ઉપર દષ્ટિઓનું સ્વરૂપ જણાવવામાં આવશે ત્યારે સમજાશે કે કેટલી હદે જીવ આગળ વધે છે ત્યારે તેને પ્રથમ ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. ચોથું ગુણ સ્થાનક અને પાંચમું, છઠું વગેરે ગુણસ્થાનક પ્રાપ્ત કરવા માટે કેટલા ગુણે પ્રાપ્ત કરવા પડે છે તે હવે પછી બતાવવામાં આવશે.
(૫) સ્થિરાદષ્ટિ જેઓ રાગદ્વેષ રૂપી ગ્રંથિને ભેદે તેમને હોય છેઅહીંયા સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે. સ્થિરાદષ્ટિમાં બોધ રત્નની કાંતિ જે ચિરસ્થાયી પરિણામે અપ્રતિપાતી, પ્રવર્ધમાન, વિનાશરહિત પરને હિતકારક, સંતોષ આપનાર, પ્રાયે કરી ચિત્તની એકાગ્રતાને કરનાર રનની કાંતિ સમાન સ્થિર છે. હદયમાં થયેલ આત્મતિને પ્રકાશ રત્નની કાંતિ સમાન કયારેય પણ જવાને નથી. સત્કર્મોમાં પ્રવૃત્તિ ઘણા જ પ્રેમપૂર્વક તથા વિવેક સહિત કરે છે. અસત્ પ્રવૃત્તિ કરતું નથી.
(૬) કાન્તા દૃષ્ટિમાં બધા તારાની કાંતિ સમાન હોય છે. રત્નની કાંતિને પ્રકાશ મર્યાદિત હોય છે, પરંતુ આકાશમાં રહેલા તારાઓને પ્રકાશ ઘણે દૂર સુધી જઈ શકે છે, સ્થિર કરતાં આ દૃષ્ટિમાં બંધ ઘણું સારું હોય છે. સ્થિર અને શાંત