________________
આત્મા
કાળ શત્રુ મસ્તક પર ઊભો છે, હે ગાફલ! તું કેમ નિદ્રામાં ઘેરે છે. ૧૫.
. સંસારી સુખની ઈચ્છામાત્રથી અનંત દુઃખદાયી કર્મ બંધાય છે, માટે સંસારસુખની ઈચ્છાને નિષેધ કર. ૧૬.
પરિગ્રહ વધવાથી આરંભ, વિષય, કષાય અને પાપ વધે છે, માટે તેનાથી વિરમ! ૧૭.
પિતાને આત્મા જ પિતાને બંધુ, મિત્ર અને સ્નેહી છે, બીજા બધા એનાથી પર છે. એમ જાણ પર પ્રીતિને ત્યાગ કર. ૧૮.
બધા કષાયોને નાશ તે જ શુદ્ધ ભાવ છે. ૧૯, અજ્ઞાનીની ઈચ્છા અનંત અપાર છે. ૨૦.
આત્માની પાછળ મેહની સેના તેના ગુણોને નાશ કરવા તૈયાર જ હોય છે. ફકત જ્ઞાનીજને તેનાથી પિતાનું રક્ષણ કરી શકે છે. ૨૧.
- અજ્ઞાની સમયે સમયે સાત-આઠ કર્મ બાંધે છે, અને કર્મભારથી ભારે થતું જાય છે. ૨૨. - સંસારમાં સુખ છે જ નહિ, છતાં અજ્ઞાની રેગ સમ ભેગમાં સુખ માને છે. ૨૩.
વાસના રોગ છે; કામગ ખાજ ખણવા સમાન છે, જેને ખાજ ન હોય તે સ્વસ્થ છે. એ પ્રકારે વાસના રહિત જે છે તે નીરોગ છે. ૨૪.
જીવનને ઘણે ભાગ એકેન્દ્રિય રૂપમાં વિતાવેલ છે. ૨૫.