________________
સ્વાનુભૂતિ આપણામાં કાઉસ્સગને આલ્ચતર તપ કહેલ છે. તેમાં મૂળ તે કાયભાવને ઉત્સર્ગ–ત્યાગ જ આવે છે. માત્ર “હું દેહ છું” તે ભાન જ નહિ પણ દેહ સાથે સંકળાયેલ તમામ પદાર્થો સાથેનું અભેદ ત્યાં તોડવાનું છે. આ કાઉસ્સગ માટે શાસ્ત્રમાં એક સુંદર કથા છે.
એક રાજાએ અભિગ્રહ કરેલ કે આ દીવામાંનું ઘી બળી રહે ત્યાં સુધી હું ધ્યાનમાં રહીશ. દીવામાં ઘી એક પ્રહર ચાલે તેટલું હશે. ઘી ખૂટે પછી જ કાઉસ્સગ પાળીશ એ સંકલ્પ કરી સ્થિરપણે ધ્યાનમાં આરૂઢ થયા–કાઉસ્સગમાં હું આ સર્વ સંસાર પદાર્થોથી ભિન્ન છું એ પ્રતીતિ અનુભવવા મળી રહ્યા હતા.
એક પ્રહર વીત્યે. ઘી ખૂટવા આવ્યું. રાજા ધ્યાન સમાપ્ત કરવાની અણી પર છે ત્યાં દાસી આવી. દાસીએ વિચાર્યું કે, અરે! રાજાસાહેબ ધ્યાનમાં છે અને દીવામાં ઘી તે ખૂટવા આવ્યું છે માટે લાવ નવું ઘી નાખું. રાજાનું ધ્યાન લંબાયું. બીજા પ્રહરે ઘી ખૂટવા આવ્યું કે દાસી આવીને નવું ઘી નાખી ગઈ. રાજાનું ધ્યાન લંબાયા કર્યું. પ્રભાતકાળ સુધી આમ ચાલ્યું. રાજા પ્રાતઃકાળ સુધી કાયભાવને ત્યાગ દઢ કરવા સતત યુદ્ધ આપી રહ્યા પણ આખરે ધ્યાનના અતિ પરિશ્રમથી તેમનું મૃત્યુ થયું. રાજા ગયા, રાજ્ય ગયું, પણ રાજા જાગૃતિ ને શાંતિનું એક એવું અમર કિરણ પરલેકમાં લઈને ગયા જે સિદ્ધ શિલાની બીજકળીમાંથી પ્રગટયું હતું. એ કિરણ રાજાએ સતત ભાનમાં રાખતું હતું કે તું આ સર્વથી ભિન્ન છે. સંસાર તે તું નથી, સિદ્ધશીલા તે તું છે. પુદ્ગલ,