________________
સ્વાનુભૂતિ તે હોય તે શું અને ન હોય તે શું?” મિત્રો દો દે તે તે આત્મભાવના ભાવતે વિચારે કે, “મિત્રો કે શત્રુ કે મારે નથી, મારે એક માત્ર “અનંતને સાથી તે મારે આત્મા છે.'
પરપદાર્થોથી સ્વત્વ જુદું પડી જાય છે. અન્ય પદાર્થોનું અન્યત્વ જેમ જેમ જેરારથી અનુભવાય છે તેમ તેમ ભય, ચિંતા, ઈર્ષ્યાદિ પાવિક વૃત્તિઓ વેરવિખેર બની લુસ પામે છે અને અપૂર્વ શાંતિ અને તાજગી-Relaxation મન અનુભવે છે; કુતિને જેમ લાવવાની, તાજગી અને નવઉલ્લાસ અનુભવવાની સાચી રીત આ જ છે–નહિ કે પગ કે ગળા નીચે મુલાયમ એશિકાઓ દબાવવાની.
પરપદાર્થોથી ભિન્નત્વ અનુભવતાં આજે આપણે દીન બનીએ છીએ. પરપદાર્થો આપણું ગળું દબાવતા હેય છે તે પણ આપણે તેને પ્રેમને એક પ્રકાર સમજીએ છીએ. પરપદાર્થ આપણી છાતી પર ચઢીને તેના પગ ખૂદે છે તે પણ આપણે તેને
આલિંગનની મેમજ માનીએ છીએ. પરપદાર્થ આંખમાં મરચાંની ભૂકી નાખીને નાસી જાય છે તે ય આપણે તેને રિસામણા મનામણાની લાડલી રમત માનીએ છીએ. અન્યત્વભાવના આવી જીવલેણ મેહનિદ્રા ઉડાડશે, સ્વની અનુભૂતિ કરાવશે, સ્વની અણીશુદ્ધ એકલતામાં એવાઈ જતાં શીખવાડશે. / અન્યત્વભાવના જે ભાવે છે તેને પરપદાર્થો ગડગૂમડની જેમ ધીમે ધીમે ખરી પડે છે અને ત્યારે દીનતા નથી હોતી
છે. ૨૩