________________
સ્વાનુભૂતિ આ પ્રસંગે “રીડર ડાયજેસ્ટ'માં આવેલ લેખ “શું સ્વને સાચાં પડે છે?”માંથી લીધેલ છે.
એક માણસને સ્વપ્ન આવ્યું કે દર અઠવાડિયે તે તેને મિત્રને મળવા શનિ-રવિ {Week End) જતે હતો તે પ્રમાણે તે પરામાં ગયે. તેને મિત્ર રાબેતા મુજબ લેવા આવેલે પણ દર વખતની જેમ મોટર લઈને નહિ પણ ઘેડાગાડી લઈને આવેલ. સ્વપ્નમાં તે ઘેડાગાડીમાં મિત્રને બંગલે જઈ રહ્યો છે ત્યાં રસ્તામાં તે એક કાળું પાકીટ પડેલું જુએ છે. ગાડી થંભાવી પાકીટ લે છે અને તેમાંથી દસ શિલિંગ ને ત્રણ પેન્સ નીકળે છે. સ્વપ્ન પૂરું થાય છે ને અઠવાડિયું વીતી જાય છે.
શનિવારે તે મિત્રને મળવા ટ્રેનમાં જાય છે. મિત્ર લેવા આવ્યો છે પણ મેટર સમારકામમાં ગઈ હોવાથી ઘડાગાડી લઈને આવે છે. મિત્રને તે કહે છે કે, “ગાડી ધીમેથી હંકારજો. રસ્તામાં એક કાળું પાકીટ મળશે જેમાંથી દસ શિલિંગ ને ત્રણ પેન્સ નીકળશે.” અડધે રસ્તે જ કાળું પાકીટ મળે છે જેમાંથી બરાબર કીધેલ રકમ મળે છે.
અઠવાડિયા પછી બનનાર આ બનાવ તે ગૃહસ્થ કઈ રીતે સ્વપ્નામાં જા ? શું ચેતનના ત્રિકાળવતી જ્ઞાનને આ નગદ પુરા નથી? માત્ર રસાયણિક દ્રવ્ય જેવા જડ પદાર્થની તાકાત શી છે કે તે કશું જાણી શકે ? આવી અમર્યાદ જ્ઞાનસત્તા જ ચેતનને જડ પદાર્થથી સર્વથા વિખુટું પાડે છે. અહીં જેમ કાળની મર્યાદા ઓળંગીને ભવિષ્ય જણાયું તેમ “દેશ”—Spaceની મર્યાદા ઓળંગીને હજારે માઈલ દૂર શું બને છે તે પણ જાણનાર જ્ઞાનશક્તિના પુરાવા