________________
થોડાક અભિપ્રાયે વિચાર તે કરવા જ પડે છે, તે શા માટે ઉત્તમ અને ઉત્સાહ પ્રેરક વિચાર ન કરવા? એ માટે આ પુસ્તક નિરંતર વાંચન, મનન કરવા જેવું છે. લેખિકાએ આ પુસ્તક સમર્પણ કરેલ છે. તે પણ ગ્ય વ્યક્તિઓને જ યથાર્થે સમર્પણ કરે છે. શારીરિક-માનસિક રોગીઓને તેમ જ સાધકોને સમર્પણ કરેલ છે. સાધક પણ રેગીઓ જેટલે જ લાભ ઉઠાવી શકે એમ છે. અનુભવીઓના સત્ય પ્રસંગેથી વાચકને વધુ પ્રેરણા મળે એમ છે. આ પુસ્તક વાંચતાં હું પણ આનંદોત્સાહથી વારંવાર તરબોળ બની ગયું છું. “વિશ્વશાંતિ ચાહક”નું આ પુસ્તક બધા વચેવિચારે તે વિશ્વશાંતિ ચાહક આપોઆપ થઈ જવાય એમ છે.
વાંચો અને વંચાવે. દરેક ઇસ્પિતાલે આ પુસ્તકની નકલે. રાખીને, ઇસ્પિતાલમાં દાખલ થનાર દરેકને નર્સો દ્વારા પ્રેમપૂર્વક ફરજિયાત વંચાવવી જોઈએ. બીજુ વિશ્વશાંતિ ચાહક લેખિકાએ પિતાના દુર્બળ મનનું કેવી રીતે ઉત્થાનીકરણ, ઉર્ધ્વીકરણ, ઉદાત્તિકરણ કર્યું છે, તેનું વર્ણન મને વારંવાર પ્રેરણા આપી જાય છે. પુસ્તક તૂત વાંચવાનું મન થાય એવી એની બાંધણી તેમજ ચિત્ર છે. ચિત્રકાર શ્રી શરદે પુસ્તકનું રહસ્ય પ્રગટ કરતું ચિત્ર મુખ્ય કવર પેજ પર આલેખી શ્રોતાઓ પર મહદ્ ઉપકાર કરેલ છે.
–શ્રી. હરિપ્રસાદ જે. સ્વામિનારાયણ