________________
થોડાક અભિપ્રાય જીવન સંજીવની (વિચાર રહસ્ય) ભા. ૧
જન સાધારણ પિતામાં રહેલ અમૂલ્ય વિચારશક્તિ કેવી રીતે ખીલવી શકે અને કમશઃ અધ્યાત્મિક વિકાસ કેવી રીતે સાધી શકે તે સરળ શૈલીમાં સમજાવવામાં આવેલ છે વિચારોને ઉન્માર્ગે જતાં રોકીને સન્માર્ગગામી બનાવવાના તેમજ “નરમાંથી નારાયણ બનવાને માર્ગ અસરકારક રીતે આ પુસ્તકમાં આલેખાયેલ છે. આ પુસ્તક ખાસ મનન કરવા જેવું છે.
–જેન પ્રકાશ
આ પુસ્તકને “જીવન સંજીવની' યાને “વિચાર રહસ્ય એવું નામ ઉચિત રીતે નામ આપવામાં આવ્યું છે. તેમાં વિચાર શક્તિને ખીલવવાને તથા ઈષ્ટ ધ્યેયને પ્રાપ્ત કરવાને સરળ માર્ગ બતાવવામાં આવ્યું છે. વિચારોની શક્તિ સારામાઠાવિચારની અસરે, દિવ્ય વિચારોને જીવન પર પ્રભાવ વગેરે વિષયેની છણાવટ આ પુસ્તકમાં અસરકારક રીતે કરવામાં આવી છે. દુઃખી, નિરાશ અને પતિત માનવીઓના જીવનમાં ચૈતન્યમય જીવન રસ ઉત્પન્ન કરે એવું વિચારરૂપી રસાયણ આ પુસ્તકમાં છે.
–મુંબઈ સમાચાર