________________
પર
સ્વાનુભૂતિ ઓળંગીને થતું અતીન્દ્રિય જ્ઞાન આપણને બરાબર સમજાવે છે. આ અતીન્દ્રિય જ્ઞાનના આવા પુરાવાઓ પણ સ્વ અને પરને, જડ અને ચેતનને ભેદ સ્થાપીને અન્યત્વ ભાવનાની જ પુષ્ટિ કરે છે.
સર્વ ધર્મ, તત્ત્વજ્ઞાન ને નીતિને હેતુ સંસારના સકળ પદાર્થોમાંથી આપણું સ્વત્વને જુદું તારવી લેવાનો છે-“પરના વ્યુત્સર્ગને સ્વની અનુભૂતિનો છે. બીજા શબ્દોમાં કહીએ તે અન્યત્વભાવનાની પ્રતીતિ કરાવવાને છે. વિશ્વની ઉત્ક્રાંતિ–cosmic evolution જે ચાલી રહ્યું છે તે આ અન્યત્વભાવનાના ખભાને ટેકે લઈને જ, નહિ તે આખું વિશ્વ સર્વથા નીચે પછડાત. આથી સમગ્ર વિશ્વને ટકાવીને ઉપર ચઢાવવાનું ઋણ અન્યત્વભાવના પ્રત્યે આપણે અનુભવવું રહ્યું.