________________
૪૮
સ્વાનુભૂતિ પણ રાજરાજેશ્વરની ખુમારી હોય છે. પછી નથી રહેતાં ભય કે ચિંતા. રહે છે ફક્ત અપૂર્વ તાજગી ને અખૂટ કુતિ.
રાત્રે સૂતી વખતે જે કંઈ વિચારે છે કે જે શાન अप्पा नाणदसण संजुमओ. शेषा मे बाहिरभान सव्वे संजोग ઢવા –હું એક માત્ર શાશ્વત તે આત્મપદાર્થ છું અને આ અન્ય સર્વ કર્મકૃત સંજોગે છે. હું માત્ર જેનાર ને જાણકાર છું અને આ સર્વ માત્ર મારા જાણપણને વિષય છે–જ્ઞાતા ને શેયને જ માત્ર સંબંધ વ્યક્તિને વિશ્વને છે–આ રીતનું અન્યત્વભાવનાનું સેવન આધિ, વ્યાધિ ને ઉપાધિઓમાંથી મુક્ત કરીને સમાધિમાં પહોંચાડે છે. આ જ મેટે આરામ ને સંસારભ્રમણના થાકમાંથી અપૂર્વ વિસામે Relaxation છે. શરીર ને મન તૂટી પડે તેવી અતિ તંગ દશા Tensionમાંથી પસાર થતી આજની દુનિયા માટે અન્યત્વભાવના એ માતાને ખેળે છે ને પિતાની આંગળી છે, જે જીવનવિગ્રહના કલેશમય વાતાવરણમાં પ્રેરણા ને બળ, સ્કુતિને જમરૂપ બની તાજગી આપે છે. જે આ ન સમજી શકે તેને અંધારી રાતે, શાંત મને, જૈનેની સંથારાપારસી અવશ્ય એકાદ વાર ભણવી; અને આ બધું આપોઆપ સમજાઈ જશે.
આપણે જોયું કે અન્વત્વભાવના જીવ ને પુદ્ગલને, સ્વ ને પર, ભેદ કરતાં શીખવે છે, બે ફાડ કરતાં શીખવે છે––જેમ કુશળ સુથાર પાટિયાની બે ફાડ કરવતથી કરે તેમ. ચેતનમાં ઉપગ છે, જ્ઞાન છે, આનંદ છે અને તેથી