________________
સ્વાનુભૂતિ જ તે જડથી ભિન્ન બને છે. જડ પદાર્થની તાકાત નથી કે સામે શું છે અને શું નથી તેનું જ્ઞાન પામી શકે, જ્યારે ચેતનની દૃષ્ટિ વિશાળ છે, તેનું જ્ઞાન ત્રિકાળવતી ને ત્રિકવ્યાપી છે; હજારે ને લાખ માઈલ દૂર રહેલ ઘટનાઓ તે જાણુ શકે છે. ભૂતકાળની અસ્પષ્ટ સ્મૃતિઓ અને ભવિષ્યની આગાહીએ જે પ્રગટ બનાવે પર રચાઈ છે તે બનાને સાક્ષાત જોઈ શકે છે. ચેતન જડથી ભિન્ન છે તેને સૌથી મોટો પુરા જ આ છે કે ચેતનમાં ઉપયોગ છે, અનંત જ્ઞાન છે.
ચેતનનું આ દેશકાળની મર્યાદા ઓળંગીને થતું જ્ઞાન એ એક સત્ય હકીકત છે. આ હકીક્તને પુરવાર કરતાં એકાદ બે બનાવે જોઈએ, જે એ દઢ પ્રતીતિ કરાવે છે કે ચેતનની અમર્યાદ જ્ઞાનશક્તિ જ ચેતન તત્વને જડ પદાર્થથી ભિન્ન સાબિત કરે છે. અહીં બેત્રણ પ્રસંગે આપીએ છીએ જે પુર વાર કરે છે કે ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં વર્તતે કઈ પદાર્થ એ નથી જેને સર્વ રૂપાંતરે ચેતન જાણું ન શકે. આવી સર્વજ્ઞતાનું સમર્થન કરતાં આધુનિક યુગના બેત્રણ સત્ય પ્રસંગે જઈએ.
આપણા સર્વેમાં આ સર્વજ્ઞતા સૂતેલી છે, પણ રાગદ્વેષજન્ય કર્મ સ્કંધેથી દબાઈને નિષ્ક્રિય પડી છે. ગવિદ્યા દ્વારા એ આવરણમાં બકરાં પડતાં અતીન્દ્રિય જ્ઞાનની ડીક ઝાંખી થાય છે. એવી ઝાંખી બતાવતા આ પ્રસંગે છે જે ખાતરી કરાવે છે કે ચેતન જડથી જુદું જ છે એટલું નહિ, પણ જડ ચેતનથી તદ્દન ઊતરતી પાયરીનું છે. હવે તે પ્રસંગે જોઈએ.