Book Title: Yogdrushti Samucchay
Author(s): Vishvashanti Chahak
Publisher: Vishva Abhyuday Adhyatmik Granthmala

View full book text
Previous | Next

Page 366
________________ રાખી મૂકતે જેથી તેને સતત યાદ રહે કે થાક લાગ્યા પહેલાં શરીરને આ મેજાની જેમ ગૂંચળું વાળી આરામ ઓપ જોઈએ. આપણે વાંચતા હોઈએ છીએ ત્યારે જાણે કે આપણે ઘૂરકતા હોઈએ છીએ, ભવાં સંકેચાઈ જાય છે અને ખભા સંકડાઈ જાય છે. આવી તંગ દશા આખે દિવસ પ્રવર્તે છે, દુનિયાને આંખને શ્રેષ્ઠ ઠેકટર એડવર્ડ જેકેબસન કહેતે કે આંખ દ્વારા આપણું ૬૦ ટકા જીવનશક્તિ જાય છે. જે આંખના સ્નાયુઓને પૂરતે આરામ આપવામાં આવે તે જીવન વિષેની કઈ ફરિયાદ ન રહે. આપણું જીવનની જરૂરિયાત વધતી જાય છે, અને તે પૂરી કરવા આપણી જાતને ગીરે મૂકવી પડે છે, જીવલેણ નાસભાગ કરવી પડે છે. પરિણામે આપણું શરીર ને મન તૂટી પડવાની અણુ ઉપર છે. હવે તે અમેરિકામાં સૈનિકોને કૂચ કરાવતાં કલાકમાં દસ મિનિટ ફરજિયાત આરામ અપાય છે. સૈનિકે સામાન ઉતારીને દર કલાકે દશ મિનિટ આડા પડે છે, પરિણામે વીસને બદલે ત્રીસ માઈલ ચાલતાં ય થાકતા નથી. ઔદ્યોગિક ક્ષેત્રમાં આવી થાક્યા પહેલાં ફરજિયાત આરામ આપવાની પદ્ધતિ અજમાવાઈ હતી તેનું વર્ણન Principle of business management માં છે. પરિણામે કેલસે લઈ જનાર વેગનબૅય દોટું કામ વગર થાકે કરતે. - ડેલ કાર્નેગીએ એક સુંદર દષ્ટાંત આપીને આ Relaxationથાકવા પહેલાં આરામનું સમર્થન કરે છે. તે લખે છે કે, આપણું

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384