________________
પ્રકરણ પાંચમુ
આજે આપણે દુનિયાને પ્રત્યેક માનવી એક ઘેરી તંગ દશા (Severe tension)માં પીડાઈ રહ્યો છે. તેનું જીવન પવનવેગી બન્યું છે. ખાવા, પીવા, હરવામાં, ફરવામાં તે શું પણ ઊંઘવામાં પણ તે પૂરપાટ દોટ મૂકી રહ્યો છે. પરિણામે થાક ને ગ્લાનિથી તે લચી પડે છે. યાંત્રિક ઝડપ તે જ તેને જીવનમંત્ર બન્યા છે. સિમલાના ડાકઘરમો ઊતરેલ પ્રવાસીની મોટરની બેટરી સખત ઠંડીથી ઊતરી જાય તેવી સ્થિતિ તેની થઈ છે. તેની બેટરીને recharge-સતેજ કરવા આજે સૌથી વધુ જરૂર તેને વિસામા–Relaxationની છે.
આપણે સૌ થાકીએ છીએ ત્યારે આરામ કરીએ છીએ. આજનું મને વિજ્ઞાન કહે છે કે થાક્યા પહેલાં આરામ કરે જેથી થાક આવે જ નહિ ને કાર્યશક્તિ બમણી થાય. પગ નીચે, કેડ નીચી, ગળા નીચે રેશમી એશિકાઓ મૂકી સ્નાયુઓને લેચા જેવા કરી નાખવાનું તેઓ કહે છે—જાણે કે ભીનું કરચલીવાળું છાપું હોય તેવું શરીર આરામ લેતી વખતે કરી મૂકે. ભારતના યેગીઓ બિલાડીને ખાસ અભ્યાસ કરવાનું કહે છે. એકાદ ખૂણામાં લપાઈને બેઠેલ બિલાડી તમે જોઈ છે? તેનું માથું ક્યાં ને પૂછડી કયાં તેની ખબર ન પડે તે રીતે શરીરના સ્નાયુઓને લોન્ચ કરીને તે પડી હોય છે. પશ્ચિમને એક જગવિખ્યાત પુરુષ તેના ટેબલ પર પગનું જૂનું મેનું