________________
૪૩
સ્વાનુભૂતિ
આ રીતે ચેતનની વિવિધ અનેકાનેક ભૂમિકાઓ છે જે એટલું તે સ્પષ્ટપણે નિર્દેશ કરે છે કે ચેતનમાં અગાધ ઊંડાણ છે. જડપદાર્થથી કેઈક જુદી જ ધાતુનું તે બનેલ છે અને એ રીત જડ ને ચેતનને ભેદ આપણે સ્થાપીને અન્યત્વભાવના ભાવી શકીએ છીએ.
આગળ કહ્યું તેમ જડપદાર્થોમાં લંબાઈ, પહેલાઈ, ઊંચાઈ હશે. આ સામર્થ્યને સમૃદ્ધિનું ઊંડાણ નથી, તે પથ્થરના ચેસલા જે છે જ્યાં ઊંડાણ નથી. ચેતન સ્વયંભૂરમણ સમુદ્ર છે, જેના ઊંડાણને કઈ તળિયું નથી. “પરપદાર્થ પરમાણુઓને જથ્થ છે, જે ઘડિયાળને ટકે રે વાગતા ઊથલી પડશે. ચેતન અલખ, અપાર ને અમાપ છે, અમર્યાદ ને બેહદ છે તે વાત ચેતનની આ જુદી જુદી ભૂમિકાએ વિચારતાં સમજાય છે અને એ રીતે જડથી ભિન્ન એવી તે કઈ વિશિષ્ટ મૌલિકતાઓ ધરાવે છે તે સમજાય છે. આ રીતે જડ અને ચેતનને, સ્વ અને પર, જીવ અને પુદ્ગલને ભેદ સ્થાપવામાં ચેતનની આવી આવી ભૂમિકાઓનું ચિંતન મદદ કરે છે. જેમ જેમ આ સ્વ–પર વિભાગ દઢ થાય છે તેમ તેમ સ્વાનુભૂતિની શકયતા વધતી જાય છે.
like,